Get The App

શાળાઓની ઈમારતો જર્જરીત બનતાં 3 વર્ષમાં 3500 વિદ્યાર્થીનું સ્થળાંતર

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
શાળાઓની ઈમારતો જર્જરીત બનતાં 3 વર્ષમાં 3500 વિદ્યાર્થીનું સ્થળાંતર 1 - image

મુંબઈ મહાપાલિકાની અનેક શાળાઓની ઈમારતો પડવાના વાંકે ઉભી છે

હાલમાં વરલી શાળાની બિલ્ડિંગ જોખમી બનતાં  ૬૦૦ વિદ્યાર્થીને અન્યત્ર  ખસેડાયાઃ માહિમ, કોલાબા, ઘાટકોપરમાં પણ અનેક કિસ્સા

મુંબઈ -  મુંબઈમા ં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોેરેશન (બીએમસી) દ્વારા સંચાલિત શાળાઓની જર્જરિત ઈમારતોને લઈને ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૩,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને તેમની શાળાની ઈમારતો જોખમી જાહેર થતાં બીજી શાળાઓમાં સ્થળાંતરિત થવું પડયું છે. તાજેતરમાં વરલી વિસ્તારમાં આવેલી સમુદ્ર કિનારાની પાલિકા શાળાની ઈમારત પણ અસુરક્ષિત જાહેર થતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

આ કેસમાં ધોરણ ૬ થી ૧૦ના આશરે ૬૦૦ વિદ્યાર્થીઓને નજીકની બીજી મ્યુનિસિપલ શાળા સાસમિરામાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે. ડિસેમ્બરમાં કરાયેલ સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ ઈમારતને સી-૨બી શ્રેણીમાં મૂકવામાં આવી હતી, એટલે કે તેમાં સમારકામ જરૃરી છે પરંતુ તેને સુધારી શકાય છે. તેમ છતાં, વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક રીતે સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ નિર્ણય સામે માતા-પિતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ખસેડવા કરતા ઉનાળાની રજાઓ દરમિયાન સમારકામ પૂર્ણ કરી શકાય અને નવા શૈક્ષણિક વર્ષમાં બાળકોને એ જ શાળામાં ભણવાની તક આપવી જોઈએ. સાથે જ નવી શાળામાં પૂરતી સુવિધાઓ મળશે કે નહીં અને વધારાના અંતરના કારણે બાળકોને મુશ્કેલી પડશે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પરિસ્થિતિ મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળે છે, જ્યાં માહિમ, કોલાબા, ઘાટકોપર અને પવઈ જેવા વિસ્તારોમાં પણ શાળાઓની ઈમારતો જોખમી જાહેર થતાં વિદ્યાર્થીઓને વારંવાર સ્થળાંતર કરવું પડયું છે. પાલિકાનું કહેવું છે કે, આ પગલાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૃરી છે, પરંતુ આવી ઘટનાઓ પુનરાવતત થવાથી સ્પષ્ટ થાય છે કે સમયસર સમારકામ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના આયોજનની તાત્કાલિક જરૃર છે.