Get The App

મુંબઈ લોકલનાં 32 રેલવે સ્ટેશનોની કાયાલપલટ થશે

Updated: Feb 19th, 2023

GS TEAM

Google News
Google News
મુંબઈ  લોકલનાં 32 રેલવે સ્ટેશનોની કાયાલપલટ થશે 1 - image

- સેટ્રલ રેલવે 850 કરોડ ખર્ચશે

- 12 સ્ટેશનો પશ્ચિમ રેલવેના અને 20 સેન્ટ્રલ તથા હાર્બરના

મુંબઈ : અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ શહેરના અને પરાંના લઘુત્તમ ૩૨ રેલવે સ્ટેશનોની કાયાપલટ થશે. જેમાંથી દસ-દસ  રેલવે સ્ટેશનો પશ્ચિમ રેલવે અને બાકીના ૨૦ સ્ટેશનો સેન્ટ્રલ અને હાર્બર લાઈનમાંથી છે.

આ સ્કીમ માટે પશ્ચિમ રેલવેને યોજનાઓ અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં અધિકારીઓ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નવીનીકરણ ૮૫૦ કરોડ રૂપિયાના ખર્ચે કરશે. પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર ૧૫મી ફેબુ્રઆરીએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના નવીનીકરણ માટે ટેન્ડર મંગાવ્યા છે. જે એપ્રિલ મહિનામાં ખોલવામાં આવશે. બોરીવલી, બાંદરા ટર્મિનસ, અંધેરી અને દાદર સ્ટેશને ટેકનો- ઈકોનોમિક ફિઝિબિલિટીનો અભ્યાસ શરૂ કર્યો છે.

અભ્યાસમાં સ્પાન, ઈન્ફ્રાસ્ટ્રકચર, મનુષ્યબળની આવશ્યકતા, કાચા માલની કિંમત, ઉપયોગીતાઓ, ઓવરહેડ્સ વગેરેનો સમાવેશ થાય છે. અમૃત ભારત સ્ટેશન યોજના લાંબા ગાળાના અભિગમ સાથે સ્ટેશનોના વિકાસની કલ્પના સાકારે છે. જેમાં માસ્ટર પ્લાન અને તેમના તબક્રાવાર અમલીકરણથી સ્ટેશન પરની સુવિધાઓમાં સુધારો કરવામાં આવે છે.

મુંબઈના શહેરો જે પુનઃ વિકાસની પ્રક્રિયામાં છે તેમાં અંધેરી, બાંદરા ટર્મિનસ, બેલાપુર, બોરીવલી, ભાયખલા, ચર્નીરોડ, સીએસટી, ચીંચપોકલી, દાદર, દિવા, ગ્રાન્ટરોડ, જોગેશ્વરી, કલ્યાણ, કાંજૂરમાર્ગ, કુર્લા, એલટીટી, લોઅરપરેલ, મલાડ, મરીનલાઈન્સ, પરેલ, પ્રભાદેવી, સેન્ડહર્સ્ટ રોડ, શહાડ, ઠાકુર્લી, થાણે, ટીટવાળા, વડાલા રોડ, વિદ્યાવિહાર અને વિક્રોલી સ્ટેશનનો સમાવેશ છે.