Get The App

પેપાલ કંપનીને 32.39 કરોડની ચૂકવણીની આવકવેરાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે

Updated: Nov 26th, 2023

GS TEAM


Google News
Google News
પેપાલ કંપનીને  32.39 કરોડની ચૂકવણીની આવકવેરાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે 1 - image


૨૦૨૦-૨૦૨૧ માટે આવક ઓછી દર્શાવ્યાનું  જણાવીને  અપાઈ નોટિસ 

કાનૂની સમયગાળો વિતી ગયા બાદ અસેસમેન્ટ ઓર્ડર અપાયાની દલીલ 

મુંબઈ: ઓનલાઈન પેમેન્ટ પ્રોસેસિંગ કંપની પેપાલને આવકવેરા અને દંડની મોકલાવાયેલી નોટિસ પર બોમ્બ ેહાઈ કોર્ટે સ્ટે આપ્યો છે. ૨૦૨૦-૨૦૨૧ માટે કથિત રીતે ઓછી આવક નોંધાવવા બદલ રૂ. ૩૨.૩૯ કરોડની ચૂકવણીની નોટિસ અપાઈ હતી.

ન્યા. શ્રીરામ અને ન્યા. નીલા ગોખલેની બેન્ચે દિલ્હી નેશનલ અસેસમેન્ટ ફેસલેસ સેન્ટર, આસિસ્ટંટ કમિશનર ઓફ ઈનકમ ટેક્સ દ્વારા આ બાબતે ૧૭ ઓક્ટોબરના આપેલા ફાઈનલ અસેસમેન્ટ ઓર્ડરને ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી સ્થગિત કરવામાં આવ્યો છેે. 

પેપાલે આદેશ અને સાથે ડિમાન્ડ અને પેનલ્ટી નોટિસને સ્થગિત કરવાની કરેલી અરજી પર કોર્ટે આદેશ આપ્યો હતો.કોર્ટે સાત નવેમ્બરે આપેલા આદેશમાં વચગાળાની રાહત આપી હતી.

પેપાલે કરેલી અરજીમાં જણાવાયું હતું કે ૨૦૨૦-૨૦૨૧ માટે આર્મ્સ લેન્થ પ્રાઈસ (એએલપી)ની ગણતરી માટે તેમને શરૂઆતમાં નોટિસ અપાઈ હતી. ૨૯ જુલાઈએ મુંબઈ એસીઆઈટીએ ભારતમાં પેમેન્ટ સર્વિસના વિતરણ માટે રૂ. ૯૧ કરોડથી વધુનું અડેજસ્ટમેન્ટ કરાયું હોવાનો ટ્રાન્સફર પ્રાઈઝિંગ ઓર્ડર આપ્યો હતો અને પેનાલ્ટિ નોટિસ પણ જારી કરી હતી.  ૧૭ ઓક્ટોબરે રૂ. ૩૨.૩૯ કરોડની રકમ ૩૦ દિવસમાં ચૂકવવાની ડિમાન્ડ નોટિસ મોકલાવી હતી. 

પેપાલે આ નિર્ણયને પડકાર્યો હતો. કંપનીએ દલીલ કરી હતી કે કાનૂની સમયગાળો વિતી ગયા બાદ અસેસમેન્ટ ઓર્ડર અપાયો છે. આથી આદેશ રદ કરવાને પાત્ર છે. આવકવેરા ખાતાએ કરેલી કાર્યવાહી કાયદા અનુસાર નથી અને જોહુકમી, ગેરકાયદે અને અધિકારક્ષેત્ર બાહ્ય અને રદકરવાને પાત્ર છે, એવી દલીલ કરી હતી.

અસેસિંગ ઓફિસરે ત્રણ સપ્તાહનો સમય માગતાં કોર્ટે આઠ જાન્યુઆરી ૨૦૨૪ પર સુનાવણી રાખી છે.



Tags :