Get The App

લક્ઝરી સ્પોર્ટ્સ બાઇક બેકાબુ થતાં રાહદારી સહિત 3નાં મોત

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
લક્ઝરી સ્પોર્ટ્સ બાઇક  બેકાબુ થતાં રાહદારી સહિત 3નાં મોત 1 - image

બે મહિના પહેલાં જ ખરીદેલી બાઈકનો અકસ્માત

મૃતકોમાં ટુ-વ્હીલર પર સવાર બે યુવાનોનો પણ સમાવેશ  

મુંબઈ -  મોંઘી સ્પોર્ટ્સ બાઇક કાબુ બહાર જતા હાઇ સ્પીડ અકસ્માતમાં ત્રણ લોકોના યુવાનોના મોત થયા છે. આમાં એક યુવાન રાહદારી અને ટુ-વ્હીલર પર સવાર બે યુવાનોનો સમાવેશ છે. આ અકસ્માત શુક્રવારે રાત્રે દસ વાગ્યાની આસપાસ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચિંચોટી ખાતે થયો હતો.

       વિરારમાં રહેતા ૨૮ વર્ષના શાહરુખ ખાન નામના યુવાનનો કાર વેચાણનો વ્યવસાય છે. તેણે હાઇવે પર એક હોટલ ખરીદી હતી. હાલમાં તેની સજાવટનું કામ ચાલી રહ્યું હતું. તે તેના ૨૫ વર્ષના મિત્ર અર્જુન શેટ્ટી સાથે તેની મોંઘી સ્પોર્ટ્સ બાઇક સુઝુકી હાયાબુસા જોવા ગયો હતો. રાત્રે કામ પૂરું કર્યા પછી, બન્ને વિરારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. શાહરુખ બાઇક ચલાવી રહ્યો હતો જ્યારે અર્જુન પાછળ બેઠો હતો.

        રાત્રે દસ વાગ્યાની આસપાસ, ચિંચોટીમાં સાધના હોટેલમાં ૧૯ વર્ષનો રહેતો ઈશ્વર સાવ નામનો યુવાન હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે જ સમયે, શાહરુખ જે બાઇક પર સવાર હતો તેણે કાબુ ગુમાવ્યો અને તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઇશ્વર સાવ નામના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેને ટક્કર માર્યા બાદ બાઇક સો મીટર દૂર ફેંકાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા શાહરૃખ અને અર્જુનનું પણ થોડા સમયમાં જ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

    શાહરૃખે આ મોંઘી સ્પોર્ટ્સ બાઇક બે મહિના પહેલા જ ખરીદી હતી. તેની કિંમત વીસ લાખ રૃપિયા છે. આ સંદર્ભે, નાયગાંવ પોલીસે બાઇક સવાર શાહરૃખ ખાન વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.