ગણેશ દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા કારનો અકસ્માત 3ના મોતઃ 2 ઘાયલ

પાંચેય તેલંગણાથી અહીં ગણેશ ઉત્સવ માટે આવેલા
કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં રહેલ ટ્રકને પાછળથી ટક્કર મારી
મુંબઈ - નાંદેડના ભોકરમાં ગણેપતિ દર્શન કરીને તેલગણાં ઘરે પરત ફરી રહેલા કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા એક પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, નાંદેડના ભોકર પાસેના મૈસા રોડ પર નંદા શિવારા પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલંગાણાના નિઝામાબાદના બોધનના રહેવાસી ફૂલી ચકનુરી, સુનિતા ચકનુરી અને વિણા આ ત્રણેયનું મોત નીપજ્યું હતું.
પાંચ લોકો બુધવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ કારમાં સવાર થઈને પાલજ ખાતેના પ્રખ્યાત ગણેશ મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે નાંદેડના દૈગલૌરમાં કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ભોકરના નંદા મહાઈ.પી. ખાતે એક શાળા પાસે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવતીનું મોત નીપજ્યું હતું.
તો અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો પંચનામુ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.








