Mumbai

જૈન મંદિરમાંથી મૂર્તિઓ અને દાનપેટી ચોરી કરનારા 3ની ધરપકડ

By GS TEAM
14 Sep 20251 min read
જૈન મંદિરમાંથી મૂર્તિઓ અને દાનપેટી ચોરી કરનારા 3ની ધરપકડ

મોજમજા માટે ચોરી કરવાની કબૂલાત

બિલ્ડરની ઓફિસ માટેની પણ રોકડ રકમ ચોરી કરી

મુંબઈ - જૈન મંદિરમાંથી મૂર્તિઓ અને દાનપેટીની ચોરીના કેસમાં નાશિક પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૃ.૩.૫ લાખની કિંમતની માલમત્તા મળી આવી હતી.

આરોપીઓની પૂછપરછ બાદ અન્ય એક બિલ્ડરની ઓફિસમાંથી રોકડ રકમ ચોરીની સંડોવણીનો કેસ ગુનો ઉકેલાયો હતો. નાસિક સ્થિત શરણપૂર રસ્તા પર સુમતી સોસાયટી વિસ્તારમાં આવેલા જૈન મંદિરમાંથી ભગવાનની ચોરી અને પંચધાતુની મૂર્તિઓ, પૂજાના વાસણો, બે દાનપેટીની ચોરી થઈ હતી. આ ઘટના સંવેદનશીલ અને ધાર્મિક લાગણીઓ સાથે સંકળાયેલી હોવાથી પોલીસ કમિશનરે આરોપીઓને શોધવાના નિર્દેશ આપ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચ- ૧ની ટીમને માહિતી મળી હતી કે બે શખસ ચોરાયેલા વાસણો લઈ બાઈક પર આવવાના છે. જેના આધારે પોલીસે આસારામ બાપુ બ્રિજ પાસે છટકું ગોઠવ્યું હતું.

બાદમાં પોલીસે શંકાના આધારે બાઈક પર આવેલા વિશાલ સાંગળે (ઉં.વ.૨૩) અને શિવા ડોંગરે (ઉં.વ.૨૩)ને પૂછપરછ કરી હતી.  તેમની પાસેથી ચોરી કરેલી માલમત્તા મળી હતી.

પોલીસ વધુ પૂછપરછ કરતા તેમણે સાથીદાર લકી ભંડારે (ઉં.વ.૧૯) સામે જૈન મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ત્રિપુટીને પકડીને ચોરી કરાયેલી માલમત્તા અને ગુનાના ઉપયોગમાં લીધેલી બાઈક જપ્ત કરી હતી. આ ત્રિપુટીએ અન્ય એક બિલ્ડરની ઓફિસમાંથી રોકડ રકમ ચોરી હોવાથી કબૂલાત કરી હતી.