Get The App

અટલ સેતુ પર ઝડપી કાર ડમ્પર સાથે અથડાતા 28 વર્ષીય યુવકનું મોત

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
અટલ સેતુ પર ઝડપી કાર ડમ્પર સાથે અથડાતા 28 વર્ષીય યુવકનું મોત 1 - image


ચેમ્બુરથી પનવેલ તરફ જતા સમયે અકસ્માત

અંતર જાળવી ન શકાતા ડમ્પરને  ટક્કર લાગતાં કાર કચડાયાની પોલીસની માહિતી

મુંબઈ  -  મુંબઈ અને નવી મુંબઈને જોડતા મહત્ત્વપૂર્ણ પુલ અટલ સેતુ પર શુક્રવારે ઝડપી ગતિએ કારે ડમ્પરને પાછળથી અથડાઈ જતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨૮ વર્ષીય કાર ડ્રાવરનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

શિવડી પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના અટલ સેતુ પર પોલ નંબર ૮૧ નજીક  શુક્રવારે મધ્યરાત્રીએ બે વાગ્યાની આસપાસ બની હતી. જેમાં ચેમ્બુરનો રહેવાસી ૨૮ વર્ષીય પુનીત માજરાનું મોત નીપજ્યું હતું. 

ઘટના મુજબ, ચેમ્બુરનો રહેવાસી પુનીત અટલ સેતુ પરથી પનવેલ તરફ જઈ રહ્યો હતો. જેમાં કારની આગળ એક ડમ્પર પણ તે જ દિશામાં જઈ રહ્યો હતો. આ સમયે ઝડપી ગતિએ ચાલતી કારે ડમ્પરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી કાર ડમ્પરના પાછળના ભાગમાં કચડાઈ ગઈ હતી. આ ટક્કરના કારણે પુનીતને માથા અને શરીરમાં અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ તેને કામોઠેમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં ડમ્પર ચાલકને પણ ઘણી ઈજાઓ થઈ હતી. જેથી હાલ તે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. શિવડી પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, પુનીત દ્વારા વધુ ઝડપી ગતિએ અને બેદરકારીપૂર્વક કાર  ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર એ જ લેનમાં જઈ રહ્યું હતું ત્યારે વધુ ઝડપે કાર સલામત અંતર જાળવી શકી ન હતી અને ડમ્પર સાથે અથડાઈ હતી.

પોલીસે આ મામલે ડમ્પર ચાલકના નિવેદનના આધારે મૃતક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


Tags :