Get The App

26/11 વખતના ગૃહમંત્રી શિવરાજ પાટીલનું અવસાન

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
26/11 વખતના ગૃહમંત્રી શિવરાજ પાટીલનું અવસાન 1 - image

મુંબઈ એટેકને પગલે રાજીનામું આપવું પડયું  હતું

દિલ્હી વિસ્ફોટો વખતે 3 વાર કપડાં બદલતાં વિવાદ થયો હતોઃ લાતુરમાં અંતિમ શ્વાસ લીધા

મુંબઈ -  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભાના સ્પીકર તેમજ કેન્દ્રીય પ્રધાન તરીકે ફરજ બજાવી ચૂકેલા શિવરાજ પાટીલ- ચાકુરકરનું આજે વતનના ગામ લાતુરમાં ૯૦ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. મુંબઇ પર ૨૬/૧૧ના રોજ સૌથી ખોફનાક આતંકવાદી હુમલો થયો ત્યારે કેન્દ્રના ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી શિવરાજ પાટીલ સંભાળતા હતા. આ હુમલા બાદ તેમણે જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું પડયું  હતું. 

માં દિલ્હી વિસ્ફોટો વખતે તેમણે ૨૪ કલાકમાં ત્રણ વખત કપડાં બદલ્યાં હોવાનો વિવાદ થયો હતો. તે વખતે તેમણે નારાજ થઈને મારાં કપડાંની વાત ન કરશો તેવું નિવેદન આપ્યું હતું.  ૨૦૦૮

લાતુરમાં તેમના નિવાસસ્થાન 'દેવઘર'માં ટુંકી બીમારી બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સદગતની અંતિમવિધિ આવતી કાલે શનિવારે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભવોએ તેમને અંજલિ પાઠવી હતી. 

સદ્ગતના પરિવારમાં પુત્ર શૈલેષ પાટીલ અને પુત્રવધુ અર્ચના પાટીલ છે. ગયા વર્ષે અર્ચના પાટીલ લાતુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના અમિત દેશમુખ સામે ચૂંટણી લડયા હતા અને  હારી ગયાં હતાં  જ્યારે શિવરાજ પાટીલ અંતિમ શ્વાસ સુધી નેહરુ- ગાંધી પરિવારના અત્યંત વિશ્વાસુ રહ્યા હતા. પાંચ દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ લાતુર મ્યુનિસિપાલિટીના પ્રમુખથી માંડી મહારાષ્ટ્ર વિધાનસભા તથા લોકસભાના સ્પીકર ઉપરાંત કેન્દ્રીય મંત્રીપદ સુધી  પહોંચ્યા હતા. ૨૦૦૪થી ૨૦૦૮ સુધી તેઓ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી હતા.