સરકારી એજન્સીઓ પર સ્વજનોના કોલ્સનો મારો
કેટલાય લોકો પર્યટન માટે ગયા હતા, કેટલાક શ્રમિકો કામ માટે પહોચ્યા હતાઃ સરકાર એલચી કચેરીઓના સંપર્કમાં
મુંબઈ - ઈરાન અને અમેરિકા - ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે મહારાષ્ટ્રનાકોંગ્રેસના જાલના ના સાંસદ કલ્યાણ કાલે સહિત લગભગ ૨૬૦ લોકો મધ્ય પૂર્વમાં ફસાયેલા છે, જોકે બધા સુરક્ષિત છે, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
દુબઈમાં ફસાયેલા લોકોમાં કોંગ્રેસના જાલનાના સાંસદ કલ્યાણ કાલે જેઓ ઈરાનમાં યુએસ-ઇઝરાયલના સંયુક્ત હુમલાના એક દિવસ પહેલા શુક્રવારે ત્યાં ગયા હતા, એમ તેમના ભાઈ જગન્નાથ કાલેએ જણાવ્યું હતું.
તેઓ ત્રીજી માર્ચે અબુ ધાબી થઈને પાછા ફરવાના હતા, પરંતુ ફ્લાઇટ રદ થવાને કારણે તેઓ હવે દુબઈમાં અટવાઈ ગયા છે એમ કહી ને તેમણે ઉમેર્યું હતું કે, સાંસદ સુરક્ષિત છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
અધિકારીઓએ ઉમેર્યું કે જાલનાના નવ અન્ય પ્રવાસીઓ પણ દુબઈ અને અબુ ધાબીમાં ફસાયેલા છે.
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે મહારાષ્ટ્રના મરાઠવાડાના કુલ ૬૧ લોકો દુબઈ, બહેરીન, કતાર અને અબુ ધાબીમાં અટવાઈ ગયા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ડિવિઝનલ કમિશનરેટના અધિકારીએ જણાવ્યું હતું કે, મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, નાંદેડ, હિંગોલી, બીડ અને લાતુર જિલ્લાના વહીવટીતંત્રને જાણ કરનારા ૬૧ લોકો પ્રવાસી છે. જ્યારે કેટલાક કામ માટે અખાતમાં ગયા છે અને અન્ય લોકો પાસે રહેઠાણ વિઝા છે.
ધારાશિવ જિલ્લા (જે મરાઠવાડાનો ભાગ પણ છે) ના લોકોની વિગતો હજુ સુધી આવી નથી. નાંદેડ ૨૪ વ્યક્તિઓ સાથે સૌથી આગળ છે, ત્યારબાદ લાતુરથી ૧૨, બીડથી ૧૦, પરભણી અને જાલનાથી છ-છ, છત્રપતિ સંભાજીનગરથી બે અને હિંગોલીથી એક વ્યક્તિ છે, એવી તેમણે માહિતી આપી હતી થાણેના એક અધિકારીએ જણાવ્યું હતું કે શાહપુરના ૨૩ પ્રવાસીઓ દુબઈમાં ફસાયેલા છે. તેઓ પેકેજ ટૂરના ભાગ રૃપે ગયા હતા અને ૨૮ ફેબુ્રઆરીએ પાછા ફરવાના હતા, જોકે તે દિવસે યુદ્ધ શરૃ થતાં તેમનો પ્રવાસ રદ થયો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, સોલાપુરના ૫૦ લોકો તેમજ કોલ્હાપુરના ૮૩ પ્રવાસીઓ, જેઓ ટ્રાવેલ કંપનીઓ દ્વારા મધ્ય પૂર્વ ગયા હતા, તેઓ ફસાયેલા છે. કોલ્હાપુર જિલ્લાના ટુર્સ એન્ડ ટ્રાવેલ એસોસિએશન દ્વારા આ આંકડો આપવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાયગઢ જિલ્લાનો એક વિદ્યાર્થી, જે દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીની મેનેજમેન્ટ કોલેજમાં અભ્યાસ કરે છે, તેમજ ધુળેનો એક ઉદ્યોગપતિ મધ્ય પૂર્વમાં અટવાયા છે.
ઈરાન સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં ફસાયેલા લોકો તેમજ તેમના સગાસંબંધીઓને મદદ કરવાના પ્રયાસોના ભાગ રૃપે થાણે અને પાલઘર જિલ્લાના અધિકારીઓએ તંત્રને સક્રિય કર્યું છે અને સલાહ જારી કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અલગ અલગ નિવેદનોમાં, થાણેના કલેક્ટર શ્રીકૃષ્ણ પંચાલ અને તેમના પાલઘરના કલેક્ટર ઇન્દુ રાણી જાખરે શનિવારથી હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ખાડી દેશોમાં ફસાયેલા રહેવાસીઓને સલામતી અપડેટ્સ માટે સત્તાવાર ચેનલો સાથે સંપર્ક જાળવવા અપીલ કરી હતી.
નિવેદનોમાં અહીંના પરિવારોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ વિદેશમાં રહેલા તેમના સંબંધીઓની વિગતો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને પ્રદાન કરે જેથી દૂતાવાસા સાથે સંકલન સાધી શકાય


