સોનાનું
દાન ઘટયું, ચાંદીનું વધ્યું
ગત
નાણાં વર્ષમાં ૧૦.૭૮ કિલો સોનું,
૨૬૭.૨૬ કિલો ચાંદી ભેટમાં મળ્યાં
મુંબઈ -
મહારાષ્ટ્રના ધારાશિવ (ઉસ્માનાબાદ) જિલ્લામાં આવેલા
તુળજાભવાની મંદિરમાં ૩૧મી માર્ચ ૨૦૨૬ સુધી ૨૫૩ કિલોગ્રામ સોનું અને ૪૬૧૪ કિલોગ્રામ
ચાંદી છે.
તુળજાભવાની
ટેમ્પલ ટ્રસ્ટે એક અહેવાલમાં જણાવ્યું કે ''વર્ષ ૨૦૨૩-૨૪માં ટ્રસ્ટને ૧૬.૪૬ કિલોગ્રામ સોનું અને ૨૬૦.૬૬ કિલોગ્રામ
ચાંદી પ્રાપ્ત થઈ હતી. વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં દાનમાં મળેલા સોના અને ચાંદીમાં વધારો
થઈને ૧૭.૬૨ કિલોગ્રામ સોનું અને ૨૨૫.૯૯ કિલોગ્રામ ચાંદી મળી હતી. વર્ષ ૨૦૨૫-૨૬માં
સોનાના દાનમાં ઘટાડો થયો હતો. ત્યારે ચાંદીનું દાન વધ્યું હતું.
વર્ષ
૨૦૨૫-૨૬માં ટ્રસ્ટને ૧૦.૭૮ કિલોગ્રામ સોનું મળ્યું હતું. જ્યારે ચાંદીનું દાન ૧૦
કિલોગ્રામ વધીને ૨૬૭.૨ કિલોગ્રામ થયું હતું.
મહારાષ્ટ્ર
સરકારે તુળજાપુર તીર્થક્ષેત્રના વિકાસ માટે રૃા.૧૮૬૫ કરોડ ફાળવ્યા હતા. આ
વિસ્તારમાં આવેલા આઠ મંદિરોનો જીણોદ્ધાર કરાશે અને આઠ ઐતિહાસિક તળાવો સજીવન કરાશે.
રામદરા તળાવ પાસે શિવસૃષ્ટિ ઊભી કરવામાં આવશે.


