બાળકોને માટીના ઢગલામાંથી મટકી મળી
1941 માં બનેલા સિક્કાનું વજ ચારથી પાંચ કિલોગ્રામઃ સ્થાનિક તંત્રએ કબજો લીધો
મુંબઈ - મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક ઘરના બાંધકામ સ્થળેથી ૨૫૦ જેટલા બ્રિટિશ યુગના ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. કેટલાંક બાળકોએ રમતી વખતે અવશેષો શોધી કાઢયા હતા, એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.
અષ્ટી તાલુકાના સાંગવી (પાટણ) ગામમાં રમતા બાળકોને ખોદકામ કરાયેલ માટીના ઢગલામાં દટાયેલો માટીની મટકી મળી આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એક રૃપિયાના સિક્કાને રમતના ટોકન સમજીને, બાળકોએ મટકી તોડી પાડી અને તેને ખિસ્સામાં નાખવાનું શરૃ કર્યું, પરંતુ જમીનમાલિકે દરમિયાનગીરી કરી અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
અમે વર્ષ ૧૯૪૧ના કુલ ૨૫૦ ચાંદીના સિક્કા જપ્ત કર્યા છે. આ સિક્કા શુદ્ધ ચાંદીના બનેલા છે અને તેનું વજન ૪ થી ૫ કિલોગ્રામ છે,એમ આષ્ટીના તહસીલદાર વૈશાલી પાટીલે જણાવ્યું હતું.


