કેન્યાથી સોનું સંતાડીને લઈ આવી હતી
મહિલાઓને સોનું સંતાડવાની તથા સિક્યોરિટીને ચકમો આપવાની ખાસ ટ્રેનિંગ અપાઈ હતીે
મુંબઈ - મુંબઈ એરપોર્ટ પર એક મોટી કાર્યવાહીમાં ડીઆરઆઈ દ્વારા ૨૪ મહિલાઓને ૩૭.૭૪ કરોડનાં સોના સાથે ઝડપી લેવામાં આવી હતી.
આ મહિલાઓ પાસેથી કુલ ૨૯.૩૭ કિલો સોનું જપ્ત કરાયું હતું.
એક ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા ઓપેરશન ધહાબુ બ્લિટ્ઝ હાથ ધરાયું હતું. સ્વાહિલી ભાષામાં સોના માટે ધહાબુ શબ્દ વપરાતો હોવાથી ઓપરેશનને આ નામ અપાયું હતું. આ વર્ષમાં એરપોર્ટ પર સોનાની આ સૌથી મોટી ખેપ પકડાઈ છે.
ડીઆરઆઈને બાતમી મળી હતી કે કેન્યાના નૈરોબીથી આ મહિલાઓ સોનું લઈને આવી રહી છે. એરપોર્ટ પર તેમને અટકાવતાં તેમના સામાનમાંથી ૨૫.૧૦ કિલો સોનાના બાર્સ તથા ૪.૨૭ કિલો જ્વેલરી મળી આવ્યાં હતાં.
આ મહિલાઓને સોનું કઈ રીતે સંતાડવું તથા સિક્યોરિટી ચેકિંગમાં કઈ રીતે ચકમો આપવો તેની ખાસ ટ્રેનિંગ અપાઈ હતી. આમ આ મહિલાઓ એકલદોકલ નહિ પરંતુ એક સુવ્યવસ્થિત સિન્ડિકેટના ભાગરુપે આવી હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
આ મહિલાઓને સામૂહિક રીતે સોનું સંતાડીને મોકલવાનાં રેકેટનો સૂત્રધાર કોણ છે તેની તપાસ હાથ ધરાઈ છે.


