Get The App

રાજ્યની 20 જિલ્લા પરિષદ ચૂંટણીઓ હવે દિવાળી પહેલાં થવી અશક્ય

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યની 20 જિલ્લા પરિષદ ચૂંટણીઓ હવે દિવાળી પહેલાં થવી અશક્ય 1 - image

આરક્ષણ મર્યાદા ૫૦ ટકાથી વધુ હવાથી લદાયેલી સ્થગિતી 

સુપ્રીમ કોર્ટે આ ચૂંટણીઓ સંબંધી સુનાવણી જુલાઈ પર રાખી

મુંબઈ -  રાજ્યની ૧૨ જિલ્લા પરિષદોની ચૂંટણી હાલ પાર પડી છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે સ્થગિતી આપેલી બાકીની ૨૦ જિલ્લા વપરિષદની ચૂંટણી ક્યારે થશે? એ સવાલ ઊભો હતો. આ ચૂંટણીઓ હવે ચોમાસા બાદ જ થવાનું સ્પષ્ટ થયું છે. આ સંબંધે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પાર પડી હતી.

સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી સંબંધે ૨૧ અને ૨૨ જુલાઈના રોજ અંતિમ સુનાવણી લેવાશે એમ જણાવ્યું છે. આથી હવે બાકીની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ બાબતની સુનાવણી જુલાઈ મહિનામાં થશે. આ સુનાવણી જો ચૂંટણીનો માર્ગ મોકળો કરશે તો ત્યાર બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે.

ચોમાસામાં કોઈ પ્રકારની જાહેર ચૂંટણી યોજવાનું ટાળવામાં આવે છે. કેમ કે આ સમયે ચૂંટણી પ્રક્રિયા લાગુ કરવાનું કઠીણ હોય છે. આથી ચોમાસા બાદ ચૂંટણી કાર્યક્રમ ગોઠવાય છે.

આમ સુપ્રીમ જુલાઈ મહિનામાં અર્થાત સાડાચાર મહિના ચોમાસામાં જ સુનાવણી રાખતાં ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બર પહેલાં થઈ શકશે નહીં. આ જિલ્લા પરિષદોમાં આરક્ષણ ૫૦ ટકાની મર્યાદા ઓળંગાઈ હોવાથી કોર્ટે સ્થગિતી આપી હતી.