Get The App

ચંદ્રપુરના જંગલમાં વાઘના હુમલામાં 2 મજૂરોના મોત

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ચંદ્રપુરના જંગલમાં વાઘના હુમલામાં 2 મજૂરોના મોત 1 - image

વાંસની કાપણીમાં રોકાયેલા હતા ત્યારે હુમલાનો ભોગ બન્યા

મુંબઈ -  મહારાષ્ટ્રના નક્સલવાદીગ્રસ્ત ચંદ્રપુર જિલ્લાના ગાઢ જંગલમાં વાઘના હુમલાની જુદી જુદી ઘટનામાં બે મજૂરો માર્યા ગયા હતા. અત્યારે બાંબૂ (વાંસ)ની કાપણીની સિઝન ચાલતી હોવાથી વાંસ કાપવામાં રોકાયેલા બે મજૂરો ઉપર શનિવારે સાંજે વાઘે હુમલો કર્યો હતો. જેમાં બંને મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.

ફોરેસ્ટ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે તાડોબા-અંધારી ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં વાઘના હુમલામાં મધ્ય પ્રદેશના બે મજૂરો બુધસિંહ શામલાલ મડવી (ઉ.વ.૪૧) અને પ્રેમસિંહ ઉદે (ઉ.વ.૫૫) માર્યા ગયા હતા.બંનેના પરિજનોને પ્રાથમિક વળતર ચૂકવવામાં આવ્યું હતું.

તાડોબા-અંધેરીના બફર ઝોનમાં વાઘના હુમલાની ઘટનાને પગલે વાંસની કાપણીની કામગીરી તત્કાળ થંભાવવામાં આવી હતી.