Get The App

મુંબઇ એરપોર્ટ પર આઇએસઆઇએસ સ્લીપર સેલના 2 આતંકવાદીની ધરપકડ

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઇ એરપોર્ટ પર આઇએસઆઇએસ સ્લીપર સેલના 2 આતંકવાદીની ધરપકડ 1 - image


પુણેના ભાડાના ઘરમાં વિસ્ફોટક તૈયાર કર્યા

ઇન્ડોનેશિાના જકાર્તામાં બંને છુપાયેલા હતા, રૃા.ત્રણ લાખનું ઇનામ હતું

મુંબઇ  -  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ મુંબઇ એરપોર્ટ પરથી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના સ્લીપર સેલના બે ભાગેડુઓની ધરપકડ કરી છે. આ બંને  આતંકવાદી પુણેમાં આઇઇડી વિસ્ફોટક બનાવવા અને પરીક્ષણ કરવા સંબંધિત કેસમાં વોન્ટેડ હતા. અગાઉ આરોપીઓની માહિતી આપનાર માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

ફરાર આતંકવાદી અબ્દુલ્લા ફૈયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા એ તલ્હા-ખાન ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા, ભારત પાછા ફરવાનો પ્રયાસ કરતી વખતે મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ-૨ પર બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા બંનેને અટકાવવામાં  આવ્યા હતા. ત્યાર બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેમની ધરપકડ કરી હતી. ડાયપરવાલા અને  તલ્હા ખાન બે વર્ષથી  ફરાર હતા. મુંબઇની એનઆઇએ સ્પેશિયલ કોર્ટ દ્વારા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યુ ંહતું.

એનઆઇએએ પ્રત્યેક આરોપી વિશે માહિતી આપવ બદલ રૃા.ત્રણ લાખનું રોકડ ઇનામ પણ જાહેર કર્યું હતું. આ કેસમાં અન્ય આઠ આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. જે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમણે આઇએસઆઇએસની વિચારધારા મુજબ ભારત સરકાર સામે યુદ્ધ છેડીને દેશમાં શાંતિ અને સાંપ્રદાયિક એકતામાં ખલેલ પહોંચાડવાના  ઉદ્દેશ્યથી આતંકવાદી કૃત્યો કરવાનું કાવતરું ઘડયું હતું.

પુણેના કોંઢવા વિસ્તારમાં ભાડે રાખેલા ઘરમાં  અબ્દુલા ફૈયાઝ શેખે વિસ્ફોટકો બનાવ્યા હતા. આ સ્થળે ૨૦૨૨ અને ૨૦૨૩ની વચ્ચે બોમ્બ બનાવવાની તાલિમ શિબિર યોજવામાં આવી હતી. તેમણે બનાવેલા વિસ્ફોટકનું પરિક્ષણ કરવામાં આવ્યુ ંહતું. આ કેસમાં એનઆઇએએ પહેલાથી જ તમામ ૧૦ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ મામલામાં અત્યાર સુધીમાં અબ્દુલ્લા ફૈયાઝ શેખ, તલ્હા ખાન ઉપરાત મોહમ્મદ ઇમરા ખાન, મોહમ્મદ  યુનુસ સાકી, અબ્દુલ કાદિર પકાણી, સિમાબ નસરુદ્દીન કાઝી, ઝુલ્ફીકાર અલી બરોડાવાલા, શામિલ નાચન, અકીફ નાચન, શાહનવાઝ આલમની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ૧૮ જુલાઇ, ૨૦૨૩ના પુણેના કોથરુડ વિસ્તારમાં બાઇક ચોરી કરવાનો  પ્રયાસ કરતી વખતે મોહમ્મદ યુનુસ સાકી (ઉ.વ.૨૪) અને ઇમરાન મોહમ્મદ યુસુફ ખાન (ઉ.વ.૨૩)ને  પકડયા હતા. ત્યારબાદ આ સમગ્ર કાવતરાનો ખુલાસો થયો હતો આ કેસની તપાસ હજુ પણ ચાલું છે.


Tags :