mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બેફામ પ્રોસેસિંગ ફી લેનારી 21 ખાનગી બ્લડ બેન્કને 2.21 કરોડનો દંડ

Updated: Sep 19th, 2023

બેફામ પ્રોસેસિંગ ફી લેનારી 21 ખાનગી બ્લડ બેન્કને 2.21 કરોડનો દંડ 1 - image


પીપીપી ધોરણે ચાલતી બે બેન્કોએ પણ એમઓયુ કરતાં વધુ ચાર્જ ખંખેર્યો 

 બ્લડબેન્કોએ નિયત દર કરતાં 100 થી 500 ટકા વધારે પ્રોસેસિંગ ચાર્જ વસૂલ્યોઃએકાદ -બે અપવાદ સિવાય બધાએ દંડ ભરી પણ દીધો

મુંબઇ :  ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન ૧૫ કરોડ રૃપિયાની વધારે પ્રોસેસિંગ ફી ચાર્જ કરનારી શહેરની ૨૧ ખાનગી બ્લડબેન્કસ પાસેથી નિયામક દ્વારા ૨.૨૧ કરોડ રૃપિયાનો દંડ વસૂલ કરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. એકાક અપવાદને બાદ કરતાં મોટાભાગની બ્લડબેન્ક્સ દ્વારા દંડની રકમ ભરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

તાજેતરમાં  ચેતન કોઠારી નામના સોશ્યલ એક્ટિવીસ્ટે આરટીઆઇ કરી મેળવલા ડેટામાં આ બાબત સામે આવી હતી. સાત વર્ષ અગાઉ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-એફડીએ- અન સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ-એસબીટીસી- દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાયું હતું કે દર ત્રણ બ્લડ બેન્કમાંથી એક બ્લડ બેન્ક બ્લડ યુનિટના પ્રોસેસિંગ માટે નિયત કરાયેલાં દરો કરતાં વધારે દર વસૂલ કરે છે. 

ભારતમાં રક્તની ખરીદ વેચ કરી શકાતી ન હોઇ બ્લડ બેન્ક  રક્તને એકત્ર કરવા, પરીક્ષણ કરવા, પ્રોસેસિંગ કરવા અને તેને સંગ્રહવા માટે તથા રક્તની બનાવટો તૈયાર કરવા પાછળ થતી પ્રોસેસ સાથે સંકળાયેલા ખર્ચને વસૂલ કરવા માટે બ્લડ બેન્કો પ્રોસેસિંગ ફી ચાર્જ કરી શકે છે.આને માટે નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા દરો નક્કી કરવામાં આવેલા છે પણ ઘણી બ્લડ બેન્કો આ દર કરતાં ૧૦૦થી ૫૦૦ ટકા વધારે પ્રોસેસિંગ ફી ચાર્જ કરતી જણાઇ હતી. 

બ્લડ બેન્કો દ્વારા સ્વૈચ્છિક રીતે જાહેર કરવામાં આવતા રકોર્ડનું એસબીટીસી દ્વારા ઓડિટિંગ કરવામાં આવતાં ઓવરચાર્જિંગની પ્રથા મોટાપાયે પ્રસરેલી જણાઇ હતી. એસબીટીસીએ વધારે વસૂલ કરવામાં આવેલી રકમના વીસ ટકા દંડ વસૂલ કરવાની ફોર્મ્યુલા અપનાવી બ્લડ બેન્કોના રેકોર્ડ વ્યવસાયીઓ પાસે તપાસડાવી દંડની રકમ નક્કી કરતાં આંકડો ૮૦ લાખે પહોંચ્યો હતો.

સામાન્ય રીતે બ્લડ બેન્ક્સ દ્વારા બ્લડ ગુ્રપિંગ અને ક્રોસ મેચિંગ માટે વધારે ફી ચાર્જ કરવાનું વલણ જણાયું હતું. ઓટોમેશન માટે ૨૮૦ રૃપિયા અને સેમીઓટોમેશન માટે ૧૨૦ રૃપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો હોવા છતાં બ્લડ બેન્ક્સ દ્વારા ૩૦૦થી ૧૪૦૦ રૃપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. હોસ્પિટલો દ્વારા દર્દીની રૃમની કેટેગરી અનુસાર દરો વસૂલ કરવામાં આવ્યા હતા. આ દંડની રકમમાંથી છેતરાયેલાં દર્દીઓને કોઇ રકમ વળતર તરીકે પાછી આપવામાં આવશે કે  કેમ તે સ્પષ્ટ થયું નથી. નિયમિત રીતે બ્લડ બેન્ક્સ સાથે પનારો પાડનારાં દર્દીઓએ આ મામલે અદાલતમાં જવાનો વિકલ્પ ચકાસવો જોઇએ તેમ સૂત્રોએ જણાવ્યું હતું.પીડી હિન્દુજા હોસ્પિટલને બાદ કરતાં મોટાભાગની હોસ્પિટલે દંડની રકમ ચૂકવી દીધી હોવાનું એસબીટીસીના અધિકારીએ સ્પષ્ટ કર્યુ હતું. હિન્દુજા હોસ્પિટલે દંડની રકમ સામે વાંધો લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કેટલી ફી સામે કેટલો દંડ લેવાયો

હોસ્પિટલ પ્રોસેસિંગ ફી લીધી (રુ) દંડ (રુ)

હિન્દુજા હોસ્પિટલ ૨,૩૨,૪૫,૬૪૦ ૫૬,૨૦, ૧૬૬ 

લીલાવતી હોસ્પિટલ  ૧,૯૯,૯૭,૮૮૦ ૪૧,૧૭, ૩૧૬ 

બોમ્બે હોસ્પિટલ ૭૫,૧૧,૩૬૦ ૨,૩૭,૯૯૨ 

કોકિલાબેન હોસ્પિટલ ૩,૦૪,૧૮, ૯૬૬ ૧૪,૭૨,૦૦૦ 

ફોર્ટિસ હોસ્પિટલ ૪૬,૬૯, ૧૨૦ ૯,૯૭, ૩૯૦ 

નાણાંવટી હોસ્પિટલ ૧૭,૦૮,૦૮૦ ૩,૩૨,૦૦૦ 

બાળાસાહેબ ઠાકરે બ્લડ સેન્ટર,જોગેશ્વરી(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ)


Gujarat