Get The App

પ્રદૂષણ નિયંત્રણ માર્ગદશકાનો ભંગ કરતા 1979 બાંધકામો પાલિકા દ્વારા સ્થગિત

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
પ્રદૂષણ નિયંત્રણ માર્ગદશકાનો ભંગ કરતા  1979 બાંધકામો પાલિકા દ્વારા સ્થગિત 1 - image

ધૂળ ઉડવાથી થતા  પ્રદૂષણને રોકવા માટે પાલિકાની કવાયત

જાન્યુ.-ઓક્ટો. 2025ની વચ્ચે આવા 3497 બાંધકામોને કામ બંધ કરવાની નોટિસ ફટકારી હતી

મુંબઈ  -  ધૂળ ઉડવાથી થતા  પ્રદૂષણને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી  માર્ગદશકાનું પાલન ન કરવા બદલ કોન્ટ્રાક્ટરોને કારણદર્શક નોટિસ અને બાંધકામ બંધ કરવાની સૂચનાઓનો ફટકારી હતી . જાન્યુઆરી અને ઓક્ટોબર ૨૦૨૫ની વચ્ચે પાલિકાએ  માર્ગદશકાનું ઉલ્લંઘન કરનારા ૩,૪૯૭ બાંધકામોને કામ બંધ કરવાની નોટિસ ફટકારી હતી. આમાંથી, માર્ગદશકાનું પાલન ન કરવાને કારણે ૧૯૭૯ બાંધકામ હજુ પણ બંધ છે.

  મુંબઈમાં હવાની ગુણવત્તા બગડતી જવાને કારણે, પાલિકાએ ઓક્ટોબર ૨૦૨૩ માં એક પરિપત્ર બહાર પાડીને મુંબઈમાં બાંધકામ સ્થળોએ પ્રદૂષણ નિયંત્રણ પગલાં લાગુ કરવા માટે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જોકે, ધૂળનું પ્રદૂષણ વધતું રહ્યું અને પાલિકા  તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયું. આથી બોમ્બે હાઈકોર્ટે  મુંબઈ મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિની ટીકા કરી હતી અને વધુ કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ, પાલિકાને પ્રદૂષણ ઘટાડવા માટે કાર્યવાહીની ગતિ વધારી દીધી હતી.

 આ કાર્યવાહી ૨૦૨૫માં પણ ચાલુ રહી હતી.પાલિકાએ જાન્યુઆરી અને ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન માર્ગદશકાનું ઉલ્લંઘન કરનારા ૮,૬૬૩ બાંધકામોને કારણદર્શક નોટિસ ફટકારી હતી.આ ઉપરાંત૩,૪૯૭ બાંધકામ સ્થળોને કામ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ આપવા છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું  ન  હોય એવા ૧,૯૭૯ બાંધકામ સ્થળો  પ્રકાશમાં આવ્યા હતા. આથી તેઓના કામો હજુ પણ સ્થગિત છે. આમાં ખાનગી કામો,પાલિકાના  કામો અને અન્ય સત્તાવાળાઓના કામોનો સમાવેશ થાય છે.