અર્ચના ઈમ્પેક્સ દ્વારા 16.66 કરોડની જીએસટી છેંતરપિંડી
Updated: Sep 17th, 2023
- બનાવટી ઈનપૂટ ટેક્સ ક્રેડિટ મેળવી
- માલિક ધીરેન ચન્દ્રકાન્ત શાહની જીએસટી અધિકારીઓ દ્વારા ધરપકડ
મુંબઈ : પાલઘર જિલ્લાના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી)ના અધિકારીઓએ ૧૮.૬૬ કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવવા અને તેને પાસ કરવા પ્રકરણે એક ખાનગી કંપનીના માલિકની ધરપકડ કરી હતી.
આ સંદર્ભે એક અધિકારીના જણાવ્યાનુસાર પાલઘર કમિશનરેટની તપાસ શાખાના અધિકારીઓએ શુક્રવારે મેસર્સ અર્ચના ઈમ્પેક્સના માલિક ધીરેન ચંદ્રકાંત શાહની ધરપકડ કરી હતી.
શાહે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે અર્ચના ઈમ્પેક્સ અને અર્ચના એન્ટરપ્રાઈઝની શરૂઆત પ્રવિણ દેવીદચંદ રાજાવત નામની એક વ્યક્તિની સૂચના હેઠળ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીએ ૮.૮ કરોડની નકલી આઈટીસી પાસ કરી હતી અને માલસામાન કે સેવાઓ સપ્લાય કર્યા વગર નકલી ઈન્વોઈસ રજૂ કરી ૯.૮૬ કરોડનો લાભ મેળવ્યો હતો. આ સંદર્ભે અધિકારીઓએ ઉમેર્યું હતું કે શાહની સીજીએસટી એક્ટ ૨૦૧૭ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.