Get The App

મુંબઈમાં આજે 15 ટકા પાણી કાપ પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી નહીં મળે

Updated: Aug 3rd, 2022

GS TEAM

Google News
Google News
મુંબઈમાં આજે  15 ટકા પાણી કાપ પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી નહીં મળે 1 - image

પાઇપ લાઇનનું ક્રોસ જોડાણ તેમજ વાલવ બલાવા માં આવશે

મુંબઈ : મુબઈના ભાંડુપ કેમ્પસમાં ૧૯૧૦ મિલિયન લિફ્ટિંગ સ્ટેશન પર ૧૨૦૦ મીમી વ્યાસના બે વાલ્વ બદલવાનું અને યેવાઈ ખાતે નવા તાનસા જળાસયમાં ક્લોરિન ઈન્જેક્શન લાઈન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.આ કામ ગુરુવાર ૪ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ સવારે ૧૦ થી ૧૨ મધ્યરાત્રિ સુધી ચાલશે.  આ દરમિયાન આખા મુંબઈ શહેર અને બંને ઉપનગરોમાં ૧૫ ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો છે.એમા.કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

મુંબઈમાં કેટલાક જગ્યાએ નિયમિત થનારો પાણી પુરવઠો બંધ રહેશે એમાં ભાંડુપ, ગાવદેવી હિલ, સર્વોદય નગર,કાંજુર પશ્ચિમથી વિક્રોલી સ્ટેશન એલબીએસ રોડની બંને બાજુએ, સૂર્યનગર, ચંદન નગર, વિક્રોલી સ્ટેશન રોડ, રમાબાઈ નગર,  દિનશા પુલથી ભાંડુપ જળાશય વિસ્તારનો સમાવેસ

થાય છે. આ સિવાય સાઈ હિલ, ટેંબીપરા, એન્થોની ચર્ચ, કામરાજ નગર પ્રિસિંક્ટ, પાટકર કમ્પાઉન્ડ પ્રિસિંક્ટ, મહારાષ્ટ્ર નગર, ફરીદ નગર, કાજુ હિલ, કામ્બલે કમ્પાઉન્ડ, ખીંડીપાડા, શ્રીરામપરા, રાજારામવાડી, રામનગર, તાનાજીવાડી, સર્વોદય નગર, ગાવદેવી ટેકરી, શિવાજી ટેકરી અને ગાવદેવી ટેકરી , નરવદાસ નગર નગર, સાંઈ ટેકરી, સાંઈ વિહાર

 - આરે રોડ, મોરારજી નગર, ગૌતમ નગર, જયભીમ નગર, ફિલ્ટર પાડા, પઠાણવાડી, કૈલાશ સંકુલ પમ્પિંગ સ્ટેશન - વીર સાવરકર માર્ગલ વિસ્તાર, વિક્રોલી,

 વિક્રોલી ગામ, ગોદરેજ હોસ્પિટલ વિક્રોલી (પૂર્વ) વિક્રોલી સ્ટેશન માર્ગ, શ્રેયસ સિનેમા ગોદરેજ કંપની, રેલ્વે લાઈન પશ્ચિમ બાજુનો વિસ્તાર સર્વોદય નગરએલ વોર્ડથ કુર્લા નોર્થ ઝોન- બરેલી મસ્જિદ, ૯૦ ફૂટ રોડ, કુર્લા-અંધેરી માર્ગ, જરીમારી, ઘાટકોપર-અંધેરી લિંક માર્ગ, સાવરકર નગર, મહાત્મા ફુલે નગર, તાનાજી નગર, સાકી વિહાર માર્ગ, મારવા ઉદ્યોગ માર્ગ, સત્ય નગર પાઇપલાઇન,કાજુપરા, સુંદરબાગ, નવપરા, કોહિનૂર સિટી, પ્રીમિયર કોલોની, બુલ માર્કેટ, વાડિયા એસ્ટેટ, ક્રિશ્ચિયન વિલેજ, સંદેશ નગર, શાીનગર, હલવાપુલ, ન્યૂ મિલ માર્ગ, બ્રાહ્મણવાડી, વિનોબા ભાવેનગર, કાપડિયા નગર, ન્યૂ મ્હાડા કોલોની, કિસ્મત નગર, પરી ખાડી, ટાકિયાવર્ડ, મહારાષ્ટ્ર કાટા, ગફુરખાન એસ્ટેટ, પાઇપલાઇન માર્ગ,એલ.બી.એસ. માર્ગનો સમાવેશ થાય છે 

જયારે કે/પૂર્વ વોર્ડના ચકલા, પ્રકાશવાડી, ગોવિંદવાડી, માલપા હિલ નંબર ૧ અને હનુમાનનગર, મોતાનગર, શિવાજીનગર, શહીદ ભગતસિંહ કોલોની, ચરત સિંહ કોલોની (ભાગ), મુકુંદ હોસ્પિટલ, તાંત્રિક વિભાગ, લેલેવાડી, ઈન્દિરા નગર, મેપખાન નગર , તકપરા , નવાપરા , એરપોર્ટ માર્ગ , ચિમતપરા , સાગબાગ , મરોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા , રામકૃષ્ણ મંદિર માર્ગ , જે.જે.  બી નગર, બગરખા માર્ગ, ક્રાંતિ નગર

સહાર રોડ વિસ્તાર, કબીર નગર, બામણવાડા, પારસીવાડા, એરપોર્ટ વિસ્તાર, તરુણ ભારત વશાત, ઈસ્લામપુરા, દેઉલવાડી, પી એન્ડ ટી કોલોની, એમસીડી અને ભવાની નગરનો સમાવેશ થાય છે.