ત્રણ અઠવાડિયા લાંબી ચકાસણી ઝુંબેશ બાદ પાલિકાએ જાણકારી આપી
આ આંકડાઓની પુષ્ટિ કરતા, બાકીની એન્ટ્રીઓ સમાન નામ અથવા અટક અથવા સમાન નામ ધરાવતી અનેક વ્યક્તિ
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાની ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજનારી ચૂંટણી માટે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પ્રકાશિત થયેલી મતદાર યાદીના પ્રથમ ડ્રાફ્ટમાં ઓળખાયેલા ડુપ્લિકેટ મતદારો શોધવા માટે ત્રણ અઠવાડિયા લાંબી ચકાસણી ઝુંબેશ પછી, પાલિકાએ આજે જણાવ્યું હતું કે લગભગ ૧.૬૮ લાખ એન્ટ્રીઓને આખરે વાસ્તવિક ડુપ્લિકેટ મતદાર એન્ટ્રી તરીકે ઓળખવામાં આવી છે.જે પ્રથમ યાદીમાં શંકાસ્પદ ડુપ્લિકેટ એન્ટ્રી તરીકે ઓળખાયેલી કુલ ૧૧.૦૧ લાખ એન્ટ્રીઓના ૧૫.૨૮ ટકા છે.
આંકડાઓની પુષ્ટિ કરતા પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીની એન્ટ્રીઓ સમાન નામ અથવા અટક અથવા સમાન નામ ધરાવતા અનેક વ્યક્તિઓના છે.
ઓેળખાયેલા કુલ ડુપ્લિકેટ મતદારોમાંથી, લગભગ ૨૪૦૦૦ વ્યક્તિઓએ પહેલાથી જ પરિશિષ્ટ એ ફોર્મ ભર્યા છે.જેમાં તેઓ કયા વોર્ડ અને મતદાન મથકોમાં મતદાન કરવાનો ઇરાદો ધરાવે છે તે દર્શાવવામાં આવ્યું છે,એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં, અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે
હકીકતમાં કુલ ડુપ્લિકેટ એન્ટ્રીઓમાંથી, લગભગ ૫૩૦૦૦ ને ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ દરમિયાન ઓળખવામાં આવ્યા હતા.
જો કોઈ મતદાર તે વોર્ડનું નામ ન આપવા માંગતો હોય જ્યાંથી તે મતદાન કરવા માંગે છે, તો તેને મતદાનના દિવસે એક પરિશિષ્ટ બી ફોર્મ આપવામાં આવશે જે તેમણે ફરજિયાતપણે ભરવાનું રહેશે. આ ફોર્મમાંથી રેકોર્ડ કરાયેલ ડેટા બધા મતદાન મથકો વચ્ચે શેર કરવામાં આવશે. જેથી ખાતરી કરી શકાય કે તે જ વ્યક્તિ બીજે ક્યાંક મતદાન કરવા ન જાય, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
વધુમાં પાલિકાના ડેટા એ પણ દર્શાવે છે કે તમામ ૨૫ મ્યુનિસિપલ વોર્ડમાંથી, કુર્લા, ચાંદિવલી વિસ્તારોને આવરી લેતા એલ વોર્ડમાં સૌથી વધુ ડુપ્લિકેટ ૧૬૫૩૨ એન્ટ્રીઓઓળખાઈ હતી. ત્યારબાદ કે/પશ્ચિમ વોર્ડમાં ૧૨,૦૧૦ એન્ટ્રીઓ નોંધાઈ હતી. જે અંધેરી પશ્ચિમ, જુહુ, વર્સોેવાને આવરી લે છે. અને આર/દક્ષિણ વોર્ડમાં ૧૧૬૧૮ એન્ટ્રીઓ નોંધાઈ હતી. જે કાંદિવલી પશ્ચિમ વિસ્તારને આવરી લે છે.
ગયા મહિને યાદીનો પહેલો ડ્રાફ્ટ પ્રકાશિત થયા પછી, એવું બહાર આવ્યું હતું કે મતદાર યાદીમાં લગભગ ૧૧.૦૧ લાખ નામો ડુપ્લિકેટ એન્ટ્રી તરીકે નોંધાયેલા હતા, જે મુંબઈના કુલ મતદારોના ૧૦ ટકા હતા જે ૧.૦૩ કરોડ છે.


