Get The App

વાહન રેન્ટલ રેકેટમાં 1375 લોકો સાથે 20 હજાર કરોડની છેતરપીંડી

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
વાહન રેન્ટલ રેકેટમાં 1375 લોકો સાથે 20 હજાર કરોડની છેતરપીંડી 1 - image


આરોપી સામે  મુંબઈ ઉપરાંત નવી મુંબઈ, પુણે, નાશિક, ગુજરાતમાં પણ કેસો

25 કરોડનાં ૨૪૬ વાહન જપ્તઃ  માસિક રૃ. ૭૫ હજારના વળતરની લાલચ આપી કાર અને ટેમ્પો ખરીદી  ભાડે આપવા જણાવતો હતો વળતરની લાલચ આપી કાર અને ટેમ્પો ખરીદી  ભાડે આપવા જણાવતો હતો 

મુંબઈ - વાહનો ભાડે આપવાની આડમાં ૧,૩૭૫ રોકાણકારો સામે રૃ. ૨૦.૬ કરોડની છેતરપિંડી કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૨૪૬ વાહનો જપ્ત કરવામાં આવ્યો છે, એમ મીરા-ભાયંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનર મધુકર પાંડેએ જણાવ્યું હતું.

૨૦ એપ્રિલે પોલીસે કેસ નોંધીને તપાસ શરૃ કર્યા પછી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

પાંડેએ  જણાવ્યું હતું કે 'મુખ્ય આરોપી સંદીપ સુરેશ કાંદળકર ઉર્ફે રાજુ રાજીવ જોશીએ રોકાણકારોને કાર અને ટેમ્પો ખરીદવા સમજાવ્યા હતા. પછી  આ વાહનો ભાડા પર આપે તો મહિને રૃ. પંચાવનથી રૃ. ૭૫,૦૦૦ સુધીનું વળતરનું વચન આપ્યું હતું.

આરોપીઓઅ ે રોકાણકારોને કહ્યું કે તેમના નામે ખરીદેલા વાહનો એરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટમાં કોમર્શિયલ ઉપયોગ માટે લેવાશે.

રોકાણકારો  સાથે કરાર રૃ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર કરવામાં આવ્યા હતા. પૈસા ઓનલાઇન જમા કરવામાં આવ્યા હતા. કાંદળકર શરૃઆતમાં વળતર આપ્યું હતું. પછી ભાડાની રકમ આપવાની બંધ કરી દીધું હતું. આમ આ રેકેટ પ્રકાશમાં આવ્યું હતું.

અધિકારીઅ ે કહ્યું હતું કે 'રત્નાગિરી જિલ્લાના દાપોલી નજીકના ભિસાઈ ગામના વતની કાંદળકરની ગત ૨૫ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. તેના સાથીદાર દાપોલીના સચિન તેટગુરેને પણ પકડવામાં આવ્યો હતો. આ રેકેટમાં ઓછામાં ઓછા સાતથી વધુ આરોપી સંડોવાયેલા છે.

પાંડેએ વધુમાં  કહ્યું હતું કે 'અત્યાર સુધી આશરે રૃ.પચ્ચીસ  કરોડની કિંમતના ૨૪૬ વાહનો રિકવર કરવામાં આવ્યા છે. આ ગેંગે ઊંચા વળતરની લાલચ આપીને ૧,૩૭૫ રોકાણકારો સામે લગભગ રૃ. ૨૦ કરોડની છેતરપિંડી કરી છે. મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે મુંબઈ, નવી મુંબઈ, પુણે, નાશિક, ગુજરાતના ભરુચમાં છેતરપિંડીના ૧૩ અને અન્ય કેસ નોંધાયેલા છે. આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓની શોધખોળ ચાલું છે.


Tags :