Get The App

દહાણુ તાલુકામાં તાંત્રિક દ્વારા અઘોરી પૂજાના નામે 13 વર્ષની કિશોરી પર બળાત્કાર

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
દહાણુ તાલુકામાં તાંત્રિક દ્વારા અઘોરી પૂજાના નામે 13 વર્ષની કિશોરી પર બળાત્કાર 1 - image

સારવારના નામે સ્મશાનગૃહ પાસે લઈ ગયો હતોં 

સાથે ગયેલાં લોકોને બહાર અટકાવી દીધાઃ કિશોરીને કોઈને જાણ કરશે તો હત્યાની ધમકી આપી

મુંબઇ -  દહાણુ તાલુકામાં એક તાંત્રિક  દ્વારા સારવાર અને અઘોરી પૂજાના બહાને ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાની ચોંકાવનારી ઘટના બની છે. કાસા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

         પીડિતા ૧૩ વર્ષની છે. માસિક સ્રાવ દરમિયાન તેનું લોહી વહેતું બંધ થયું ન હતું. આ સમસ્યાને લઈને તે ૩૦ એપ્રિલે દહાણુના શિવરામ પરશ સાવરને મળવા ગઈ હતી. તાંત્રિકે એ તેને ખોટા વચનો આપ્યા હતા કે તે તેના ગામની દવા આપીને તેને સાજી કરશે. તે મુજબ, પીડિતાને  ચોથીમેના રોજ મધ્યરાત્રિએ કાસા નજીક ચારી પવન ખાતેના સ્મશાનગૃહ પાસે અઘોરી પૂજા અને દવા આપવાના બહાને બોલાવવામાં આવી હતી. તેની સાથે રહેલા લોકોને વાહનમાં બહાર રોકીને જંગલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવારના નામે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જો તે આ ઘટના ક્યાંય જાહેર કરશે તો તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કારણે, છોકરી ચૂપ રહી હતી.

          જો કે, તેણે સોમવારે તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું અને કાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી છેતરપિંડી કરનાર શિવરામ સાવરની ધરપકડ કરી છે. તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.