Get The App

વર્ષના ભાઈએ દીપડાના જડબાંમાંથી નાની બહેનને છોડાવી ૧૧

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
વર્ષના ભાઈએ દીપડાના જડબાંમાંથી નાની બહેનને છોડાવી ૧૧ 1 - image

સાંગલી જિલ્લાનો દિલધડક કિસ્સો

દીપડાને લાતો મારી બૂમાબૂમ કરી, બહેનના પગ પકડી રાખ્યા

મુંબઇ -  સાંગલી જિલ્લાના ગામડામાં ગઇ રાત્રે બનેલી એક દિલધડક ઘટનામાં ૧૧ વર્ષના ભાઇએ હિમ્મતભેર દીપડાનો સામનો કરીને ૯ વર્ષની નાની બહેનને મોતના મોઢામાંથી આબાદ બચાવી લીધી હતી. 

સાંગલી જિલ્લાના ઉપવળ ગામે હનુમાન મંદિર નજીક સંગ્રામ પાટીલનું ઘર આવેલું છે. રાત્રે ભોજન કર્યા બાદ ૧૧ વર્ષનો શિવમ અને ૯ વર્ષની સ્વરાંજલી ઘરમાંથી નીકળી બાજુના ઘરમાં જતા હતા એ જ વખતે બે ઘર વચ્ચેની સાંકડી જગ્યામાં લપાઇને બેઠેલા દીપડાએ સ્વરાંજલી પર તરાપ મારી હતી અને દાંતોમાં પકડી ઘસડીને જવા લાગ્યો હતો. આ જોઇ શિવ મે બૂમાબૂમ કરી મૂકી હતી અને બહેનને દીપડાના મોઢામાંથી છોડાવવા માટે પૂરી તાકાતથી પગ ખેંચવા માંડયો હતો. દીપડાએ ઘણું જોર અજમાવ્યું  પણ શિવમે બહેનના પગ છોડયા નહોતા. ચીસાચીસ સાંભળી શિવમની માતા અને આડોશીપાડોશી પણ દોડી  આવ્યા હતા અને ગોકીરો મચાવતા દીપડો જંગલમાં નાસી ગયો હતો.

ઠંડી હોવાથી સ્વરાંજલીએ સ્વેટર અને ઉનની ટોપી પહેલી હોવાથી દીપડાના તીક્ષ્ણ દાંતની ઇજાથી બચી ગઇ હતી. આમ છતાં ભાઇ- બહેનને ઉજરડા પડયા હોવાથી તરત જ પ્રાથમિક ઉપચાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.