Get The App

વસઈ વિરારમાં વિસર્જન માટે 108 કૃત્રિમ તળાવોઃ 18 મોબાઈલ વાન

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
વસઈ વિરારમાં વિસર્જન માટે 108 કૃત્રિમ તળાવોઃ 18 મોબાઈલ વાન 1 - image


પથ્થરની ખાણો સહિતના સ્થળે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાશે

વિસર્જન સ્થળોએ મેડિકલ એઈડ, આરતીની સુવિધા, લાઈફ ગાર્ડ તૈનાત કરવા સહિતની વ્યવસ્થાઓ અપાશે

મુંબઈ  - વસઈ-વિરારમા ગણેશોત્સવને ધ્યાને રાખી વિસર્જન માટે કૃત્રિમ તળાવો, ફરતી વેન, પ્રતિમાઓના પરિવહન માટે પરિવહન વ્યવસ્થા, મંડપ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. 

ગયાં વર્ષે વસઈ વિરારમાં  કુલ વિસર્જનના ૬૫ ટકા કૃત્રિમ તળાવોમાં કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ, આ માટે, ૧૦૫ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વોર્ડવાર ૧૮ મોબાઇલ વેન બનાવવામાં આવશે.  પ્રતિમાઓને વિસર્જન માટે બંધ પથ્થરની ખાણોમાં લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, દોઢ દિવસ માટે ૬૩ વાહનો, પાંચ દિવસ માટે ૩૬, સાત દિવસ માટે ૫૦ અને અગિયાર દિવસ માટે ૨૦ વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મારબલપાડા, કિલ્લા બંદર, નાયગાંવ જેવા જેટ્ટીઓ અને મધુબન અને વાલાઈપાડા ખાણ જેવા વિવિધ સ્થળોએ મોટી પ્રતિમાઓના વિસર્જન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, મહાનગરપાલિકાએ કહ્યું છે કે, વિસર્જન સ્થળમાં  પ્રતિમાસંગ્રહ કેન્દ્રો, તબીબી સહાય રૃમ, આરતી સ્થળો, લાઇફગાર્ડની નિમણૂક, દીવાઓની વ્યવસ્થા, મંડપ, તેમ જ સુરક્ષા પગલાંનો સમાવેશ છે. હાઇકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર, કુદરતી જળ ોતોમાં પ્રતિમાઓનું વિસર્જન કરી શકાતું નથી અને નગરપાલિકાએ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. મહાનગરપાલિકાએ એમ પણ કહ્યું છે કે ગણેશોત્સવની પૃભૂમિમાં શહેરમાં સ્વચ્છતા અને ખાડાઓના સમારકામ પર ભાર મૂકવામાં આવશે.

ખર્ચ નિયંત્રિત કરવાના પ્રયાસો..

નાગરિકોએ ફરિયાદ કરી હતી કે, ગણેશોત્સવ સમયગાળા દરમિયાન ક્યારેક બિનજરૃરી સુવિધાઓ પર મોટી રકમ ખર્ચવામાં આવતી હતી. ગયા વર્ષે ગણેશોત્સવ પર લગભગ સાડા સાત કરોડ રૃપિયા ખર્ચવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાએ કહ્યું છે કે અમે આ વર્ષે ખર્ચમાં ૩૦ ટકાનો ઘટાડો કરવાનો પ્રયાસ ચાલુ રાખીશું.

ગામદીઠ એક જ ગણપતિ હશે તો મહાપાલિકા દત્તક લેશે

વસઈ વિરારમાં પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવ ઉજવતી વખતે, એક ગામ, એક ગણપતિનો સંકલ્પ પણ આગળ લાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ એમ પણ કહ્યું છે કે, જ્યાં એક ગામ આ રીતે એક ગણપતિ ઉજવે છે તે ગામ મહાનગરપાલિકા દ્વારા અપનાવવામાં આવશે.


Tags :