Get The App

નાગપુર રેલવે સ્ટેશન પર દારૂની 104 બોટલો જપ્ત કરાઈ

-લોકસભા ચૂંટણીમાં જારી કરાયેલી આચારસહિંતા દરમિયાન આરપીએફના વરિષ્ઠે આપેલાં નિર્દેશ અનુસાર તપાસ વખતે દારૂનો જથ્થો મળ્યો

Updated: Mar 19th, 2019

GS TEAM

Google News
Google News
નાગપુર રેલવે સ્ટેશન પર દારૂની 104 બોટલો જપ્ત કરાઈ 1 - image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.19 માર્ચ 2019,મંગળવાર

લોકસભા ચૂંટણી અંગે જાહેરાતની સાથે આચારસહિંતા લાગુ થતાં આરપીએફ(રેલવે પ્રોટેકશન ફોર્સ)ના વરિષ્ઠ અધિકારીઓએ આપેલાં નિર્દેશ અનુસાર નાગપુર રેલવે સ્ટેશન પર દારૂની ૧૦૪ બોટલ જપ્ત કરવામાં આવી હતી. આ બોટલનો જથ્થો સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો.

આરપીએફના સિનિયર ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર આશુતોષ પાન્ડેએ દારૂની હેરફેર થતી રોકવા માટે નિમણૂક કરેલી ટીમે સોમવારે બપોરે દોઢ વાગ્યે પ્લેટફોર્મ નંબર બે પર પેટ્રોલીંગ કરી હતી. ત્યારે પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેન નંબર ૧૨૬૧૬ જીટી એક્સપ્રેસના એસ-૪ કોચમાં એક બેગ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવી હતી. આજુબાજુના પ્રવાસીઓને બેગ અંગે વિચાર કરતાં આ બેગ પર કોઈએ પોતાનો હક્ક દર્શાવ્યો નહોતો.

શંકાને આધારે આ બેગની તપાસ કરવામાં આવતાં દારૂની ૧૬૨૦ રૂપિયાની ૧૪ બોટલ મળી આવી હતી. બીજી ઘટનામાં સાંજના પોણા છ વાગ્યે આરપીએફના જવાનને પ્લેટફોર્મ નંબર બે પર ઉભેલી ટ્રેન નંબર ૧૨૭૨૨ દક્ષિણ એક્સપ્રેસના એસ-૯ કોચમાં એક વ્યક્ત બેગ લઈને શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. તે વ્યક્તિની તપાસ કરતાં તેણે સમાધાનકારક ઉત્તર ન આપતાં તેને આરપીએફ પોલીસ સ્ટેશનમાં લાવવાામં આવ્યો હતો.

૧૮ વર્ષના રાજેન્દ્ર બ્રામ્હણેની મૂળ ચંદ્રપુરનો રહેવાસી છે અને તેની પાસે બેગમાં ૨૩૪૦ રૂપિયાની કિંમતની ૯૦ બોટલ મળી આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર વાનખેડેના આદેશ અનુસાર જપ્ત કરાયેલી દારૂની બોટલોનો જથ્થો સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી હતી.

Tags :