10 મહિલા સાહસયાત્રી શઢવાળી નૌકામાં સમુદ્ર પ્રદક્ષિણાએ
સૈન્યની ત્રણે પાંખની મહિલાઓની ટીમ
ગેટવે ઓફ ઇન્ડિયાથી રવાના ઃ નવ મહિનામાં ૨૬ હજાર નોટિકલ માઇલનો પ્રવાસ કરશે
મુંબઈ - સંરક્ષણ દળની ત્રણેય પાંખો લશ્કર, નૌકાદળ અને હવાઈદળમાં ફરજ બજાવતી ૧૦ મહિલા અધિકારીઓ આજે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાના કિનારેથી શઢવાળી નૌકા 'ત્રિવેણી'માં સમુદ્ર પ્રદક્ષિમા માટે નીકળી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વર્ચ્યુલી ઝંડી ફરકાવી સાહસિક મહિલાઓની ટીમને વિદાય આપી હતી. દુનિયામાં પહેલી જ વખત શઢવાળી નૌકામાં હાથ ધરાયેલી આ સમુદ્ર પ્રદક્ષિણામાં સાહસિક મહિલાઓ નવ મહિનામાં ૨૬ હજાર નોટિકલ માઇલનો સમુદ્રી પ્રવાસ કરીને મુંબઈ પાછી ફરશે.
ભારતમા ં જ બંધાયેલી શઢવાળી નૌકા આઇએએસવી (ઇન્ડિયન આર્મી એઇલિંગ વેસલ) ત્રિવેણીમાં મુંબઈના કિનારેથી વિદાય થયેલી આ ટીમ મોટાભાગના મહાસાગરો અને સૌથી જોખમી ગણાતા દરિયાને પાર કરીને ૨૦૨૬ના મે મહિનામાં પાછી ફરશે. માત્ર ૫૦ ફૂટ લાંબી શઢવાળી નૌકામાં સમુદ્ર પ્રદક્ષિણાએ નીકળતા પહેલાં મહિલા અધિકારીઓએ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન આકરી તાલીમ લીધી હતી. ત્યાર બાદ લેફ. કર્નલ અનુજા વરૃડકરના નેતૃત્વ હેઠળ આ પડકારરૃપ સહાસયાત્રા શરૃ કરી છે.