Get The App

મુંબઈ હાઈ ઓએનજીસી પ્લેટફોર્મ પર આગમાં ૧૦ કર્મચારીઓ ઘાયલ

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈ હાઈ ઓએનજીસી પ્લેટફોર્મ પર આગમાં ૧૦ કર્મચારીઓ ઘાયલ 1 - image

ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવાયો

ઉર્જા ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ તેલક્ષેત્રોમાં મુંબઈ હાઈનું સ્થાન  

મુંબઈ  -  મુંબઈના કિનારે આવેલ ઓઈલ એન્ડ નેશરલ ગેસ કોર્પોેરેશન (ઓએનજીસી)ના મુંબઈ હાઈ એસેટ ખાતે એક ઓફશોર પ્લેટફોર્મ પર આગ લાગી હતી. આ આગની ઘટનામાં ઓછામાં ઓછા દસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ પ્લેટફોર્મ મુંબઈ હાઈ એસેટનો મહત્વનો ભાગ છે, જે દેશના મુખ્ય સમુદ્રસ્થિત તેલ ઉત્પાદન ક્ષેત્રોમાંનું એક છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ઓએનજીસીના મુંબઈ હાઈ ઓઈફિલ્ડના એસએચપી પ્લેટફોર્મ મુંબઈ હાઈ એસેટ પર  શુક્રવારે સાંજે લગભગ ૫.૪૫ વાગ્યાની આસાપસ આગ લાગી હતી. આગની જાણ થતાં જ તાત્કાલિક ઇમરજન્સી કામગીરી શરૃ કરવામાં આવી હતી. ઓએનજીસી ની ટીમોએ ઝડપથી કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી. જેના કારણે વધુ નુકસાન અથવા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. કંપનીએ જણાવ્યું કે તમામ સલામતી અને ફાયરફાઈટિંગ પ્રોટોકોલનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દસેય કર્મચારીઓને તરત જ તબીબી સારવાર આપવામાં આવી હતી. અધિકારીઓએ ખાતરી આપી છે કે તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ છે. ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ઓએનજીસી એ વધુમાં જણાવ્યું કે આ ઘટનાનો ઉત્પાદન પર કોઈ લાંબા ગાળાનો પ્રભાવ પડયો નથી અને પ્લેટફોર્મ પર કામગીરી સામાન્ય રીતે ચાલુ થઈ ગઈ છે. મુંબઈ હાઈ એ દેશના સૌથી મોટા તેલ અને ગેસ ક્ષેત્રોમાંનું એક છે. જે અરબી સમુદ્રમાં સ્થિત છે. જે મુંબઈ કિનારાથી આશરે ૧૬૦ કિલોમીટર દૂર છે.  તે દેશના કુલ સ્થાનિક તેલ ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડે છે. 

આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે જરૃરી પગલાં લેવામાં આવશે.