Mumbai

પુણે એરપોર્ટ પર રૃા. 10.5 કરોડના ગાંજા સાથે 1 પ્રવાસીની ધરપકડ

By GS TEAM
27 Jul 20251 min read
પુણે એરપોર્ટ પર રૃા. 10.5 કરોડના ગાંજા સાથે 1 પ્રવાસીની ધરપકડ

બેંગકોકથી ગાંજાની દાણચોરી કરવામાં આવી

મુંબઇ -  પુણે એરપોર્ટ પર એક પેસેન્જરને રૃા. ૧૦.૫ કરોડના ગાંજાના જથ્થા સાથે પકડવામાં આવ્યો હતો તે આ ગાંજો કોને આપવાનો હતો એની તપાસ કરવામાં આવી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે પુણે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી આવેલા અભિનય અમરનાથ યાદવને એકપોર્ટ પર શંકાના આધારે પકડયો હતો. તેની બેગની તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો.

આરોપી યાદવ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એકટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં બેંગકોકથી ગાંજાની દાણચોરી કરવાના કેસ વધી ગયા છે આથી સિક્યુરિટી એજન્સી વધુ સતર્ક બની ગઇ છે.