1 તમિલ ફિલ્મ દિગ્દર્શકે મને સેક્સ ગુલામ તરીકે તૈયાર કરી હતીઃ સૌમ્યા

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
1 તમિલ ફિલ્મ દિગ્દર્શકે મને સેક્સ ગુલામ તરીકે તૈયાર કરી હતીઃ સૌમ્યા 1 - image


90ના દાયકામાં 3 મલયાલમ અને 1 તમિલ ફિલ્મ કરનારી સૌમ્યાનો આક્ષેપ 

 કેરળ સરકારે જાતીય શોષણના કેસોની  તપાસ કરવા રચેલી સ્પેશ્યલ  પોલીસ ટીમ સામે આરોપીની ઓળખ ઉઘાડી  પાડીશઃ સૌમ્યા

મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં થતાં મહિલાઓના જાતીય શોષણ વિશે હેમા કમિટીના અહેવાલ બાદ હવે નેવુંના દાયકાની હિરોઇન સૌમ્યાએ એક તમિલ ફિલ્મ દિગ્દર્શકે તેને સેક્સ સ્લાવ એટલે કે જાતીય ગુલામ તરીકે તેયાર કરી હોવાનો આરોપ મુકતાં સનસનાટી મચી ગઇ છે. એક ટીવી ચેનલને આપેલી એક મુલાકાતમાં સૌમ્યાએ જણાવ્યું હતું કે આ તમિલ દિગ્દર્શકે તેને શારીરિક અને માનસિક યાતનાઓ આપી હતી. તેણે મારી પર મનોરંજનના નામે જાતીય હુમલાઓ પણ કર્યા હતા. સૌમ્યાએ જણાવ્યું હતું કે તે આ તમિલ ફિલ્મ દિગ્દર્શકનું નામ કેરળ સરકારે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણના કેસોની તપાસ કરવા રચેલી વિશેષ પોલીસ ટીમને જ જણાવશે. 

 સૌમ્યાએ આ  ટીવી મુલાકાતમાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષની ઉંમરે  હું કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. હું  સુરક્ષિત પારિવારીક માહોલમાંથી આવતી હતી અને મારા માતાપિતા ફિલ્મો વિશે કશું જાણતાં નહોતા. મારી કોલેજમાં હું થિયેટર કરતી હતી ત્યારે મારાઓળખીતામાંથી એક જણે મને તમિલ ફિલ્મમાં એક્ટિંગ કરવાની તક હોવાનું જણાવ્યું હતું. હું એક કિશોરી તરીકે અભિનેત્રી રેવતીથી મોહિત હતી. જે એ સમયે મારા પડોશમાં જ  રહેતી હતી. હ ું કલ્પનાની દુનિયામાં ખોવાયેલી હોઇ આ ફિલ્મ દિગ્દર્શક અને તેની પત્નીને ત્યાં સ્ક્રિન ટેસ્ટ આપવા માટે ગઇ હતી. 

સૌમ્યાએ આ મુલાકાતમાં આગળ જણાવ્યું હતું કે એક કાચી વયની છોકરી તરીકે મને કશી ખબર પડતી નહોતી. તેમણે મને સંકેત આપ્યો હતો કે મારા પરિવારને મને એક્ટિંગ કરવાની સંમતિ આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. ફિલ્મ દિગ્દર્શકે મારા પિતાને એમ જણાવ્યું હતુ કે આના સ્ક્રિન ટેસ્ટ પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. પરિણામે મારે તેની ફિલ્મમાં એક્ટિંગ કરવાની હા પાડવી પડી હતી. પહેલાં તો આઉટડોર શૂટિંગ દરમ્યાન તેણે મારી સાથે વાત ન કરી. અમારી વચ્ચે સમજૂતી થઇ હતી કે ફિલ્મની દિગ્દર્શિકા તેની પત્ની હશે પણ આ બધું કાગળ પર જ હતું અને ખરેખર તો તે ફિલ્મ દિગ્દર્શક જ બધું કામ  સંભાળી રહ્યો હતો. હું તેના અખત્યાર હેઠળ હતી. તે મને ચૂપ રહીને રોષ બતાવી ડરાવતો હતો. પિતૃસત્તાક પરિવારમાંથી આવતી હોઇ હું સહેલાઇથી ગુસ્સે થઇ જતાં મારા પિતાની વયના માણસથી  સતત ગભરાતી રહી હતી. 

સૌમ્યાએ જણાવ્યું હતું કે એક દિવસ તેની પત્ની આજુબાજુમાં નહોતી ત્યારે તેણે મને બેટી કહીને ચૂમી હતી. જેના કારણે હું સ્તબ્ધ બની ગઇ હતી. હું મારી સહેલીઓને આ વાત જણાવવા માંગતી હતી પણ હું એમ ન કરી શકી. મેં કશું ખોટું કર્યું છે તે વાતની મને શરમ આવી રહી હોવાથી મેં કોઇને વાત કરી નહોતી. ધીમે ધીમે એ માણસે મારા શરીરનો ફાયદો ઉઠાવવા માંડયો. હું કોલેજમાં હતી તે વખતે એક વર્ષ દરમ્યાન તેણે મારી સાથે બળાત્કાર પણ કર્યો હતો. સૌમ્યાએ જણાવ્યું હતું કે એ દિગ્દર્શક મને ભલે તેની બેટી ગણાવતો હોય પણ તેણે મારી સાથે જાતીય અત્યાચાર કર્યો હતો. મને તેની સાથેના સંબંધોની દોષભાવનામાંથી બહાર આવતાં ૩૦ વર્ષનો સમય લાગી ગયો છે. હું  તમામ પિડિતાઓને આ પ્રકારના જાતીય દુર્વ્યવહારની ફરિયાદ કરવા  માટે પ્રોત્સાહિત કરું છું.  



Google NewsGoogle News