મુંબઈ પુણે એકસપ્રેસ વે પર 20 વાહનો વચ્ચે અથડામણ 1નું મોતઃ 18 ઘાયલ
ખોપોલી નજીક અડોશી ટનલમાં બપોરે ઘટના બની
કન્ટેનર ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં વાહનોની અથડામણ કલાકો સુધી અહીં ટ્રાફિક જામ સર્જાયો
મુંબઈ - મુંબઈ- પુણે એક્સપ્રેસ વે પર ખોપોલી નજીક અડોશી ટનમલાં આજે કન્ટેનર ટ્રેલર ટ્રકની બ્રેક ફેલ થઈ જવાથીં વાહન ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દેતા ૨૦ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેથી અહીં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. તો અન્ય ૧૮ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ અકસ્માત રાયગઢના ખાલાપુર ખોપોલી પોલીસ સ્ટેશનની હદમાં અડોશી ટનલ પાસે થયો હતો. ઘટના મુજબ, મુંબઈ- પુણે એકસપ્રેસ વે પર ખોપોલી અડોશી સ્થિત ટનલમાં કન્ટેનર ટ્રેલર ટ્રકની બ્રેક ફેઈ થઈ જતાં ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા બીએમડલ્યુ કારને અડફેટમાં લીધી હતી.
આ બાદ લગભગ ૩ કિલોમીટર સુધી ૧૮થી ૨૦ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવી લક્ઝરી કારોનો પણ સમાવેશ થાય છે. જેથી અહીં ભીષણ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત સૌથી વ્યસ્ત એસપ્રેસ વે પૈકીના એક પર થયો હતો. આ ટક્કરથી ઘણા વાહનોને ભારે નુકસાન થયું હતું. તો ત્રણ વાહનો સંપૂર્ણપણે કચડાય ગયા હતા. આ અકસ્માતમાં ૧૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું.
દરમિયાન આ અકસ્માત બાદ ઘણા કલાકો સુધી અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં વાહનો પાંચ કિલોમીટર સુધી લાંબી કતારોમાં ફસાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. વધુમાં અહીં ભીડ ઓછી કરવા માટે ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. તથા અસરગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હાઈવે પરથી દૂર ખસેડવામાં આવ્યા હતા. આ બાદ અહીં કલાકો બાદ ફરી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો.
આ અકસ્માતને કારણે ટનલમાં ફરી માર્ગ સલામતી અંગે નવી ચિંતાઓ ઉભી થઈ હતી. પોલીસે અકસ્માત બાદ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને અકસ્માતનું ચોકક્સ કારણ જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા હતા. આ બાદ પોલીસે કન્ટેનર ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો હતો. જેમાં પ્રાથમિક તપાસ મુજબ,અકસ્માત સમયે ડ્રાઈવર દારુના નશામાં ધૂત ન હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.