Get The App

બવિઆના 1 ઉમેદવારની સંપત્તિ 291 કરોડ, અન્યની 143 કરોડ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
બવિઆના 1 ઉમેદવારની સંપત્તિ 291 કરોડ, અન્યની 143 કરોડ 1 - image

વસઈ વિરારમાં 30થી વધુ કરોડપતિ ઉમેદવાર

બવિઆના છ ભૂતપૂર્વ કોર્પોરેટરો આ વખતે ભાજપમાંથી લડી રહ્યા છે  

મુંબઈ -  વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલા ૩૦થી વધુ ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે બવિઆના બે ઉમેદવારો સો કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે. ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાંથી આ માહિતી બહાર આવી છે.

વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૧૫ બેઠકો માટે ૫૪૭ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ઉમેદવારોમાંથી, વિવિધ પક્ષોના  ૩૦થી વધુ ઉમેદવારો કરોડપતિ છે. બાવિયાના અજિવ પાટિલ ૨૯૧ કરોડ ૬૫ લાખ રૃપિયાની કુલ સંપત્તિ સાથે સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના પછી બવિઆના પંકજ ઠાકુર ૧૪૩ કરોડ રૃપિયાની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમે છે. 

આ ઉપરાંત બવિઆના ભૂતપૂર્વ કોર્પોરેટર હાદક રાઉત પાસે ૧૮ કરોડ રૃપિયા, પ્રફુલ્લ સાને પાસે ૩૦  કરોડ રૃપિયા, શેખર ધુરી પાસે પાંચ કરોડ રૃપિયા, આફિફ શેખ પાસે ૩૦ કરોડ રૃપિયા, પ્રશાંત રાઉત પાસે એક કરોડ રૃપિયા, કલ્પેશ માનકર પાસે ૧૪  કરોડ રૃપિયા, ધનંજય ગાવડે પાસે ૧૮ કરોડ રૃપિયા, કિરણ ઠાકુર પાસે ૨૧ કરોડ રૃપિયાની સંપત્તિ છે. કોંગ્રેસના સુવર્ણા પાટિલ બાવિયાથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની પાસે ૧૧કરોડ રૃપિયાની સંપત્તિ છે.   જ્યારે ભાજપના ઘણા ઉમેદવારો કરોડપતિ પણ છે. ભાજપના મહેશ પાટિલ પાસે કુલ ૭૩ કરોડ ૬૩ લાખ રૃપિયાની સંપત્તિ છે, જ્યારે મનોજ પાટિલ પાસે કુલ ૮ કરોડ રૃપિયાની સંપત્તિ છે.