For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આર્ટ ડાયરેક્ટર રાજુ સાપ્તેની આત્મહત્યા પ્રકરણે પુણેથી 1ની ધરપકડ

Updated: Aug 17th, 2021

Article Content Image

મુંબઈ :  આર્ટ ડાયરેક્ટર રાજુ સાપ્તેની આત્મહત્યા પ્રકરણે પોલીસે પુણેથી એક જણની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ સામે ખંડણી પ્રકરણે કાર્યવાહી કરવામાં આવી તેવી માહિતી પોલીસ અધિકારીઓએ આપી હતી. આરોપી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવે સાપ્તે ત્મહત્યા પ્રકરણે અદાલતમાંથી આગોતરા જામીન મેળવી હતી. જોકે તે રવિવારે પુણેના વાકડ પોલીસ સ્ટેશનમાં જામીનની શરતો મુજબપ હાજરી આપવા આવ્યો ત્યારે તેને તાબામાં લેવામાં આવ્યો હતો. ૩૧ જુલાઈના રોેજ એક વ્યક્તિએ મુંબઈના દિંડોશી પોલીસ સ્ટેશનમાં શ્રીવાસ્તવ સહિત રાકેશ મૌર્ય, રાજેશ અનુભવે અને અશોક દુબે સામે એવો આરોપ કર્યો હતો કે આ લોકો તેના લેણા નિકળતા અઢી લાખ રૃપિયા આપતા નથી અને તેની જગ્યાએ પેમેન્ટ છૂટું કરવા પૈસાની માગણી કરી તેને ધમકાવી રહ્યા છે. આ પ્રકરણે દિંડોશી પોલીસે અનુભવેને પણ ઝડપી લીધો છે.

ઝોન- ૧૨ના ડીસીપી ડી.એસ. સ્વામી અનુસાર અમને એવી જાણ થઈ હતી કે શ્રીવાસ્તવ વાકડ પોલીસ  સ્ટેશનમાં હાજરી આપવા આવવાનો છે. આ માહિતી મળ્યા બાદ અને જાળ બીછાવી હતી. તેણે સાપ્તે આત્મહત્યા પ્રકરણે પહેલેથી જ આગોતરા જામીન મેળવી હતી. જોકે દિંડોશી પોલીસે તેની ખંડણીના એકબીજા કેસમાં ધરપકડ કરી હતી.

મરાઠી ફિલ્મો સાથે સંકળાયેલા આર્ટ ડાયરેક્ટર રાજુ સાપ્તે કે જેમણે 'આંબટ- ગોડ', 'માન્યા ધ વંડરબોય' જેવી ફિલ્મોમાં કલા નિર્દેશકનું કામ કર્યું હતું. તેમણે કથિત રીતે પિંપરી- ચિંચવડના તેમના નિવાસસ્થાને ગયા મહિને આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા કરવા પહેલા સાપ્તેએ એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમણે લેબર યુનિયનના અમુક લોકોના નામ જાહેર કરી તેઓ તેમને ત્રાસ આપતા હોવાનો દાવો કર્યો હતો. સોશિયલ મીડિયામાં સાપ્તેએ વહેતા કરેલા આ વીડિયોમાં તેઓ છેલ્લા થોડા સમયથી આ લોકો તરફતી સતામણીનો ભોગ બની રહ્યા છે.  લોકોએ લેબર યુનિયન સાથે સંકળાયેલા અમુક મજૂરોને સાપ્તે વિશે ખોટા મેસેજ વહેતા કરવા જણાવ્યું હતું જેમાં સાપ્તે પેમેન્ટ ડિફોલ્ટર હોવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે ખરેખર સાપ્તેના નામે કોઈ લેણી રકમ નિકળતી નહોતી.


Gujarat