Get The App

ફળોનાં ખોખાંમાં છૂપાવાયેલું 1.5 કરોડનું વિદેશી ચલણ જપ્ત

Updated: Jan 11th, 2023

GS TEAM


Google News
Google News
ફળોનાં ખોખાંમાં છૂપાવાયેલું 1.5 કરોડનું વિદેશી ચલણ જપ્ત 1 - image


એરપોર્ટ પર દૂબઈ જતા પ્રવાસીને અટકાવાયો

સંબંધીએ કોઈને પહોંચાડવા માટે આપ્યું હોવાનો કર્ણાટકના પ્રવાસીનો દાવો

મુંબઇ :  દુબઇ જઇ રહેલા ભારતીય પ્રવાસી પાસેથી મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સે રૃા. ૧.૫ કરોડનું વિદેશી ચલણ જપ્ત કર્યું હતું. ચલણી નોટોમા યુએસ ડોલર, બ્રિટિશ- પાઉન્ડ, રિયાલ  અને દિરહામનો સમાવેશ થાય છે. વિદેશી ચલણ ફળોનાં કાર્ટનની વચ્ચે છૂપાવવામાં આવ્યું હતું. આ પ્રવાસીને પકડીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

કસ્ટમ્સ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી ખતીબ રહીમ મૂળ કર્ણાટકનો રહેવાસી છે તે દુબઇ જઇ રહ્યો હતો. પૂછપરછ દરમિયાન ખતીબે કબૂલાત કરી હતી કે તેના સબંધી સૈફુલ્લા આર દ્વારા વિદેશ ચલણ આપવામાં આવ્યું હતું. તે એક જણને પહોંચાડવાનું કહ્યું હતું. હવે તેના સંબંધીની શોધખોળ કરવામાં આવી રહી છે. 

વિદેશી ચલણી દાણચોરી માટે તેના પર કસ્ટમ્સ એકટ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એકટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


Tags :