મોરબીના કોર્ટ પરિસરમાં ઝેર પીને યુવકનો આપઘાતનો પ્રયાસ
- પત્ની સાથે ચાલતી માથાકુટના કારણે
- સફાળેશ્વરના યુવાનને સારવાર માટે ખસેડીને તપાસ શરૂ
મોરબી,તા. 6 જૂન 2019 ગુરૂવાર
મોરબીની કોર્ટમાં આજે એક યુવાને દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી. તેમજ બેફામ અવસ્થામાં યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
બનાવની મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલી કોર્ટમાં પહોંચીને એક યુવાને ઝેરી દવા પી લેતા અફડાતફડી મચી હતી. જેને પગલે યુવાનને લાલબાગ ૧૦૮ની ટીમ દ્વારા તુરંત સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. બનાવને પગલે બી ડીવીઝન પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર રાજકુમાર લાખુભાઈ મારૂ (ઉ.વ.૩૧, રહે. રફાળેશ્વર) હોવાનું જાણવા મળ્યું છે. યુવાનને તેની પત્નીથી છુટાછેડા જોતા હોય તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે બીજું કંઇ તે અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. અને સુત્રોમાંથી મળતી વિગત મુજબ યુવાન સામે કોર્ટમાં કોઈ કેસ પણ ચાલતો નથી.