મોરબીના બહાદુરગઢ ગામે વીજપોલ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
મોરબી, તા. 13 એપ્રીલ 2020, સોમવાર
મોરબીના બહાદુરગઢ ગામમાં વીજપોલ પર એક યુવાનનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે વીજપોલ પર એક યુવાનનો મૃતદેહ લટકતો મળી આવ્યો હોય જે અંગે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસના આર બી વ્યાસ સહિતની ટીમ બહાદુરગઢ ગામે પહોંચી હતી અને યુવાનના મૃતદેહને નીચે ઉતારીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.
જે બનાવ અંગે તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવાન અવિનાશ લક્ષ્મીપ્રસાદ આહીરવાર (ઉ.વ.29) રહે મૂળ એમપી વાળો હાલ મોરબીના સીમ્પોલો સિરામિકમાં મજુરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણી શકાયું નથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.