મોરબી: તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા, પંથકમાં અરેરાટી
- નગરપાલિકાના જર્જરિત કોમ્યુનીટી હોલમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ
મોરબી, તા. 6 ફેબ્રુઆરી 2019, બુધવાર
મોરબીના વિસીપરા વિસ્તારમાં યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત મોરબી બી ડીવીઝન પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલા પાલિકાના જર્જરિત કોમ્યુનીટી હોલમાંથી યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતા મોરબી જીલ્લા ડીવાયએસપી સહિત એલ.સી.બી., એસ.ઓ.જી. અને બી ડીવીઝન પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો ગયો હતો.
મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને કોણે કરી તે હજુ સુધી જાણવા મળ્યું હતું.