વાંકાનેરમાં અવાવરૂ સ્થળેથી મહિલા પોલીસ અને જવાનને લોકોએ પકડી લીધા
- મંદિરે જતા હોવાનો હાસ્યાસ્પદ બચાવ
- સોશ્યલ મીડિયામાં વીડિયો વાઇરલ
મોરબી, તા. 27 એપ્રિલ, 2020 સોમવાર
વાંકાનેર શહેરની દિગ્વિજય સોસાયટી નજીક સ્થાનિક લોકોએ અવાવરૂ જગ્યાએથી એક યુવક અને યુવતીને ઝડપી લીધા હતા અને આ બંને પોલીસ કર્મચારી હોવાનો ખુલાસો થયો છે તેમ જ બંને એકાંત સ્થળેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા ત્યારનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
વાંકાનેરમાં ફરજ બજાવતા બંને પોલીસ કર્મચારીઓએ મોડી રાત્રીના મંદિરે જતા હોવાનો બચાવ કર્યો હતો જે કોઈને માન્યામાં આવ્યું ના હોય તો પોલીસ જવાન અને મહિલા પોલીસ કર્મચારીની શંકાસ્પદ હરકતથી સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી હતી.આ મામલે વાંકાનેર સીટી પીઆઈ હર્ષવર્ધન રાઠોડે જણાવ્યું હતું કે હકીકત શું છે તે તપાસ કર્યા બાદ જ કહી શકાશે.