ટ્રકે બાઈકને ઠોકરે ચડાવતા પતિની નજર સામે પત્નીનું મોત
- મોરબીના લાલપર નજીક
- દંપત્તિ વાંકાનેરથી મોરબી આવતા હતા ત્યારે અકસ્માત
મોરબી, તા. 3 જુલાઈ, 2020, શુક્રવાર
મોરબીના લાલપર નજીક ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના રાતાવીરડાના રહેવાસી ભારૂભાઇ રાજાભાઈ રાઠોડ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે પોતાની પત્ની સાથે મોટરસાયકલ લઈને વાંકાનેરથી મોરબી આવતા હોય દરમિયાન ટ્રકના ચાલકે બાઈકને ઠોકર મારતા મોટરસાયકલમાં પાછળ બેસેલ તેની પત્ની લક્ષ્મીબેનને ગંભીર ઈજા થતા મોત થયું છે અને ફરિયાદી ભારૂભાઇને પણ ઈજા પહોંચી છે જયારે આરોપી ટ્રક લઇ નાસી ગયો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.