મોરબી માર્કેટીંગ યાર્ડમાં પણ ઘઉંની હરાજીનો થયો પ્રારંભ
- વાંકાનેર અને હળવદ બાદ હવે
- 400 ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશનઃ રોજ 25 ખેડૂતોને બોલાવીને જણસીની હરાજી
મોરબી, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
કોરોના લોકડાઉનને પગલે માર્કેટિંગ યાર્ડમાં પણ કામકાજ બંધ હતા જોકે આંશિક છૂટછાટ બાદ યાર્ડમાં કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં અગાઉ વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ બાદ હવે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ ઘઉંની હરાજી શરુ કરવામાં આવી છે
મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું હતું અને ૪૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આજથી ઘઉંની હરાજી શરુ કરવામાં આવી છે દરરોજ ૨૫ ખેડૂતોને બોલાવીને સોશ્યલ ડીસટન્સ જાળવીને લોકડાઉન નિયમોના પાલન સાથે હરાજી શરુ કરવામાં આવી છે
આજે યાર્ડમાં હરાજીના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી, પ્રાંત અધિકારી યાર્ડના ચેરમેન અને રજીસ્ટ્રાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ખેડૂતોને ઘઉંના સારા ભાવ મળતા ખુશ થયા હતા અને લોકડાઉનમાં આથક સંકળામણ દુર થયું હોય જેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.