Get The App

નર્મદા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ

Updated: Dec 9th, 2021

GS TEAM

Google News
Google News
નર્મદા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ 1 - image


હળવદના ઘનશ્યામપુર ગામ પાસે ફરી એક વાર નર્મદા કેનાલમાં છલકાઇ 

ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો :  કેનાલની સફાઇના અભાવે છલકાતી હોવાનો આક્ષેપ 

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે  સુખપર માયનોર નર્મદાની કેનાલ છલકાતા ખેતરમાં પાણી ફળી વળ્યા હતા.કેનાલ ઓવરફ્લો થવાના કારણે ઘઉં, ચણા તથા જીરાના પાકમા પાણી  ફળી વળ્યા હતા.

તાલુકાના ઘનશ્યામપુરના જોમારી તળાવ પાસે આવેલી સવજી લખમ? ની વાડી અને ધીરુભાઈ રાજપુતની વાડીમાં ? કેનાલ ઓવરફ્લોનું પાણી ભરાતા ઘઉં,ચણા, જીરાના પાકમા? ભારે નુકશાનની વેઠવાનો વારો આવ્યો છે.ખેડૂતો જણાવ્યા પ્રમાણે અંદાજિત  ૭ વિધામાં પાણી ફરી વળ્યા હતા. કેનાલ સાફ સફાઈના અભાવે કેનાલ ઓવરફ્લો  થયાનો?  ખેડૂતોનો આક્ષેપ કર્યો હતો.અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતુ નથી. તંત્રની બેદરકારી હોવાનો ખેડુતોઓએ આક્ષેપ કર્યો હતો.ખેડૂતોઓને વરસાદએ  રોવડાવ્યા બાદ નર્મદાના પાણીની આફત આવી રોવડાવ્યા હતા.ખેડુતોની  મેહનત પર નર્મદાના પાણીએ પાણી ફેરવ્યું હતું. સુખપર માયનોર નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ૭ વિધા જેટલા  ખેતરોમા પાણી ભરાતા જગતના તાતને  ભારે મુશ્કેલી સામનો કરવો પડયો હતો.નર્મદાના પાણી થયેલા નુકસાનનંુ વળતર નર્મદા નિગમ આપે અને તાત્કાલિક ધોરણે માયનોર કેનાલ સફાઈ કરાવે તેવી ખેડુતોનો ની માંગણી ઉઠવા પામી હતી.ખેડુતોઓના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે.

કેનાલના પાણી રસ્તામાં પણ ફરી વળ્યા 

ધનશ્યામપુરના જોમારી પુલ પાસે સિંચાઇ વિભાગની ઘોર બેદરકારીના કારણે ફરી એક વાર માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ નિર્મણ પામી છે ત્રે કેનાલ પાસેથી પસાર થતાં ખેતરોમાં જવાના માર્ગ પણ ગોઠણડૂબ પાણી ભરાઇ જતાં ખેડૂતોને રસ્તા પર પસાર થવું મુશ્કેલ બન્યું છે. 

Tags :