વાંકાનેરમાં પત્નીએ દારૂ પીવાની ના કહેતા યુવાને દવા પી આયખું ટુંકાવ્યું
મોરબી, તા.1 એપ્રિલ 2020, સોમવાર
વાંકાનેરના સિંધાવદર ગામના રહેવાસી ધારાસિંહ શંકરસિંહ વસુનીયા (ઉ.વ.૩૦) નામના ભીલ યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. જે બનાવ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવાન પોતાના પરિવાર સાથે આઠેક દિવસથી આવી ખેત મજુરી કરતો હતો જેને અગાઉ દારુ પીવાની આદત હોય અને અહિયાં દારૂ પીવા અંગે તેના પત્નીએ ના પાડતા સારું નહિ લાગતા મનમાં લાગી આવતા દવા પી આયખું ટુંકાવ્યું હતું.
વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.