Get The App

હળવદમાં વિશ્વ હિંદુપરિષદ અને બજરંગદળ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિંગપીંગના પુતળાનું દહન

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News
હળવદમાં વિશ્વ હિંદુપરિષદ અને બજરંગદળ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિંગપીંગના પુતળાનું દહન 1 - image

મોરબી, તા. 20 જુન 2020, શનિવાર

વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય સીમા એલ.એ.સી. પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં હળવદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સરકારની ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં એકત્ર થઈને ચીનના રાષ્ટ્રધ્વજ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો.

આ સાથે ભારત માતા કી જય , વંદે માતરમ, વીર શહીદો અમર રહો, સેના કે સન્માન મેં બજરંગદળ મેદાન મેં જેવા સૂત્રોચાર સાથે ચીનનો વિરોધ અને ભારતીય સેનાનું સમર્થન કર્યું હતું. આ કાર્યક્રમને બજરંગદળના કાર્યકરોએ સફળ બનાવ્યો હતો.

Tags :