મોરબી, તા.28 મે 2020, ગુરૂવાર
મોરબીના રંગપર ગામ નજીક બોલેરોએ બાઈકને હડફેટે લેતા બાઈક સવાર મિત્રોના મૃત્યુ નીપજ્યા હતા તો ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામ નજીક પુરપાટ આવતી બોલેરો GJ 36 T 5134એ નીમૈયચરણ ગંગાઘર તથા તેના મિત્ર બીષ્ણુંપદદાસ ખગેન્દ્રનાથીદાસના મોટર સાઈકલને હડફેટે લઇ અકસ્માત કરી બંનેને ગંભીર ઈજા થતા સ્થળ પર મુત્યુ નીપજ્યા હતા.
ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો બનાવ અંગે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.


