Get The App

મોરબીનાં ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની ઠગાઈમાં બે શખ્સ ઝબ્બે

- LCBની ટીમે બિહારથી દબોચી લીધા

- બંને આરોપીએ 10 ટકા કમિશનથી કર્યું હતું કામ: મુખ્ય સુત્રધારો હજુ પોલીસ પકડથી દૂર: રૂા 54.60 લાખની મત્તા રિકવર

Updated: Jan 15th, 2019

GS TEAM

Google News
Google News
મોરબીનાં ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની ઠગાઈમાં બે શખ્સ ઝબ્બે 1 - image


મોરબી,તા,15 જાન્યુઆરી 2019, મંગળવાર

મોરબીના જેતપર ગાના ઉદ્યોગપતિ સાથે ૧.૬૯ કરોડની છેતરપીંડી મામલે તપાસ ચલાવતી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે અને બિહારથી બે ઈસમોને દબોચી લઈને રોકડ રકમ, મોબાઈલ અને લેપટોપ સહીત કુલ ૫૪.૬૦ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.

મોરબીના જેતપર ગામના રહેવાસી હિરેનભાઈ ચંદુભાઈ અઘારા નામના ઉદ્યોગપતિને રિલાયન્સ પેટ્રોલપંપની ડીલરશીપ મેળવવા કરેલી અરજી બાદ ઠગ ટોળકીએ અલગ અલગ મોબાઇલ નંબરમાંથી ફોન કરીને બેંક એકાઉન્ટમાં ભોગ બનનારે કુલ ૧,૬૯,૫૫,૨૦૦ની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે મામલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીની સુચનાથી એલસીબી ટીમના  ઈન્ચાર્જ પીઆઈ આરટી વ્યાસ તેની ટીમના ચંદ્રકાંતભાઈ વામજા, સંજયભાઈ પટેલ, યોગીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા સહિતની ટીમ તપાસ ચલાવતી હોય જેમાં  બિહારથી કોલ સેન્ટર મારફત છેતરપીંડી આચરી હોવાનું ખુલતા બ હિાર પોલીસની મદદથી એલસીબી ટીમે આરોપી ગોપાલ મનોજસિંગ ભૂમિહાર રહે હાલ વારસલીગંજ  બિહાર અને વિપુલકુમાર રમાંશ્રેયસિંગ ભૂમિહાર રહે વારસલીગંજ બિહાર વાળાને દબોચી લઈને તેની પાસેથી રોકડા રૂા ૫૪,૪૩,૦૦૦ તેમજ લેપટોપ કીંમત ૧૦,૦૦૦ મોબાીલ નંગ ૫ કીંમત ૭૦૦૦ અને વિવિધ બેંકના એટીએમ કાર્ડ નંગ ૩૩, પાસબૂક નંગ - ૬, ચેકબુક ૨ સહીત કુલ ૫૪,૬૦,૦૦૦નો મદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બિહારથી ઝડપી લેવાયેલા બંને આરોપીની સઘન પૂછપરછમાં ખુલાસો થયો છે જેમાં મુખ્ય સુત્રધાર રોશનકુમાર રહે ગંગાપુર, લલૂકુમાર મહંતો રહે થાના બિહાર અને રીન્કુદેવી કુમાર અજીત ભૂમિહાર રહે દરિયાપુર થાના બિહાર એ ત્રણ આરોપીઓ વતી ૧૦ ટકના કમીશનથી કામ કરતા હતા. જેમાં આરોપીઓએ બનાવેલ શિકારના જે રૂપિયા બેંકમાં જમા થયા તે બેંકમાંથી ઉઠાવીને તેને સુપરત કરવાના રહેતા હતા જે કામ માટે ૧૦ ટકા કમીશન મળતું હોવાથ કબુલાત આપી છે.

સમમોટી છેતરપીંડી મામલે એલસીબી ટીમે બે ભાડુતી માણસોને ઝડપી લીધા છે. જો કે હજુ મહિલા સહિતના ત્રણ મુખ્ય સુત્રધારો પોલીસ પકડથી દુર છે અને બિહારના ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તે મોરબી પોલીસ માટે ચેલેન્જ સમાન બની રહેશે તો ઉદ્યોગપતિ સાથે ૧.૬૯ કરોડની છેતરપીંડી થઈ છે જેમાંથી ૫૪.૪૩ લાખ રીકવર થયા છે જયારે બાકીની હજુ એક કરોડથી વધુની રકમ રીકવર કરવાની  બાકી છે જેથી એલસીબી ટીમે મુખ્ય આરોપીને દબોચી લેવા અને બાકી રકમ રીકવર કરવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

આ ટોળકીએ અન્ય કેટલાને શિકા  બનાવ્યા?
એલસીબી ટીમે બે બિહારી શખ્સોને ઝડપી લઈને રોકડ, લેપટોપ ઉપરાંત વિવિધ બેંકના ૩૩ એટીએમ કાર્ડ અને બેંકની છ પાસબૂક તેમજ બે ચેકબુક હાથ લાગી છે જેથી આ ટોળકીએ મોરબીના ઉદ્યોગપતિ પૂર્વે અન્ય કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

Tags :