મોરબી: વધુ બે શ્રમિકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા
- પાવરયાળી અને જુના ઘૂંટુ રોડ પર રહેતા બે શ્રમિકોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી રિપોર્ટ માટે તજવીજ
મોરબી, તા. 07 એપ્રીલ 2020, મંગળવાર
મોરબીમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે મંગળવારે વધુ બે લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ રિપોર્ટ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
મોરબીના પાવરયાળી નજીક અને જૂના ઘુટુ રોડ પર સિમ્પોલોમાં રહેતા બે શ્રમિકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા મોરબી સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બંનેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધા છે અને પાવરયાળી નજીક રહેતા 24 વર્ષના અને સિમ્પોલોમાં રહેતા 20 વર્ષના મજૂરના સેમ્પલ લઈ જામનગર કોરોનાના રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.