Get The App

મોરબી નજીક ટ્રક અને ટ્રેક્ટર હડફેટે 2 યુવાનોનાં કરૂણ મોત

Updated: Mar 2nd, 2023


Google NewsGoogle News
મોરબી નજીક ટ્રક અને ટ્રેક્ટર હડફેટે 2 યુવાનોનાં કરૂણ મોત 1 - image


માળિયા હાઈ-વે પર શેરડીનો ચિચોડો લઈ જતાં સાળા- બનેવીને ટ્રક ચાલકે ફંગોળ્યા તો રાજપર નજીક ટ્રેકટર ચાલકે શ્રમિક યુવાનનો ભોગ લીધો

મોરબી, : મોરબી-માળિયા હાઈવે પરથી પસાર થતી વખતે બેકાબુ ટ્રકના ચાલકે રસના ચિચોડાની ગાડી સાથે અકસ્માત સર્જતા યુવાનનું કરૂણ મોત થયું હતું. જયારે મોરબી તાલુકાના રાજપર રોડ પર કાચો રસ્તો આવતા ટ્રેક્ટરચાલક અચાનક વણાંક વાળતા પાછળ આવતું બાઈક અથડાયું હતું. જે અકસ્માતમાં બાઈકસવાર યુવાનનું મોત થયું હતું.  

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના વિસીપરા અંદર ચાર ગોડાઉન પાસે રહેતા દરવસિંહ ઉર્ફે ધરવસિંહ સોદાનસિંહ બાધેલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દરવસિંહ અને તેનો સાળાનો દીકરો દેવેન્દ્રસિંહ હરવીરસિંહ બાધેલ (ઉ.વ. 20) મોરબીથી માળિયા શેરડીનો રસ કાઢવાનો ચિચોડો લઈને જતા હતા. જે ચિચોડાની ગાડી દેવેન્દ્રભાઈ ચલાવતા હતા ત્યારે માળિયા હાઈવે પર હરીકૃપા પેપરમિલ નજીક પહોંચતા ગાળા ગામના પાટિયા નજીક અજાણ્યા ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. 

જેમાં ફરિયાદીના શેરડીના ચિચોડાને ઓવરટેક કરવા જતાં આગળના ભાગે ભટકાડતા ફરિયાદી દરવસિંહ સાઈડમાં નીચે પડી ગયા હતા અને દેવેન્દ્ર ટ્રકના ટાયરમાં આવી જતા માથામાં ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક ચાલક વાહન લઈને નાસી ગયો હતો. મોરબી તલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા અકસ્માતમાં મોરબીના રવાપર રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા ખેંગારભાઈ મોહનભાઈ રાઠોડે  પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.  27 ફેબ્રુઆરીના રોજ તેમનો ભત્રીજો કાનો થોરાળા રોડ પર આવેલ પોલીપ્લાસ્ટ કારખાનામાં કામ કરતો હોય, જ્યાંથી પોતાનું બાઈક લઈને રાજપર ગામ તરફ રાત્રીના પોણા આઠેક વાગ્યે કોઈ કામ અર્થે જતો હતો. તેના બાઈક આગળ એક ટ્રેક્ટર જતું હતું અને હનુમાનજી મંદિરથી રાજપર ગામ તરફ થોડે આગળ જમણી બાજુ નીચે ઉતરવાનો રસ્તો આવ્યો ત્યારે કોઈ સાઈડ આપ્યા વગર વણાંક લેતા કાનાનું બાઈક ટ્રોલી પાછળ અથડાયું હતું. 

જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા કાનાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 


Google NewsGoogle News