મોરબી: જાહેરનામા ભંગના વધુ 32 કેસો, 99 સામે કાર્યવાહી
મોરબી, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર કરાયું છે. જેની અમલવારી માટે પોલીસની ટીમો સતત દોડધામ કરી રહી છે. જેમાં મોરબી જીલ્લામાં વધુ 32 કેસો કરીને જાહેરનામાં ભંગ કરનાર 99 લોકો સામે કાર્યવાહી કરી છે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખનાર 4 દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયારે ટોળું એકત્ર થયું હોય તેવા 15 કેસોમાં કુલ 70 સામે કાર્યવાહી કરવામાં આવી છે.
બિનજરૂરી અવરજવરના કુલ 12 કેસમાં 19 લોકો સામે કાર્યવાહી કરી છે અને જીલ્લામાં લોકડાઉનની સ્થિતિમાં કુલ 14 વાહનો ડીટેઈન કર્યા છે. મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 32 કેસો કરીને 99 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.