ટંકારા: કોરોના મહામારીના વિરોધમાં આખા ગામે વૈદિક મંત્રોથી આહૂતિ આપી
ટંકારા, તા. 03 મે 2020, રવિવાર
ટંકારા તાલુકાના વાઘગઢ ગામે કોરોના મહામારીના વિરોધમાં આખા ગામે વૈદિક મંત્રોથી હવનમાં આહૂતિ આપી હતી. આખા દેશમાં એક સાથે સવારના 9:30 કલાકે આહૂતિ આપવામાં આવી હતી. તેની સાથે નાના એવા ગામે આ કાર્યમાં જોડાઈને સર્વેના સુખની ભાવના વ્યક્ત કરી હતી. તેમાં ખાસ યજમાન પદે ચાલુ વર્ષે જેમના લગ્ન થયા છે, તેવા દંપતી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
સોશ્યલ ડિસ્ટન્સ રાખીને આહૂતિ આપવામાં આવી હતી. તમામ આયોજન ટંકારા આર્ય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પંડિતજી સુવાસ શાસ્ત્રી દ્વારા ગામમાં ત્રણ જગ્યાએ એક સાથે હવન શરૂ કરાવ્યા હતા. આ આયોજનમાં ગ્રામજનો પણ હોંશભેર જોડાયા હતા અને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સહકાર આપ્યો હતો.