For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોરબી સુધરાઈનાં ચૂંટાયેલા સભ્યો અડધી ટર્મ પુરી કરે તે પહેલાં ઘરભેગા

Updated: Apr 12th, 2023

Article Content Image

નગરપાલિકા સુપરસીડ થતાં ચીફ ઓફિસનો ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંપાયો : ઉપલેટા, રાણાવાવ, કુતિયાણા, ઓખા, માળીયા સહિતની નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા  લાંબા સમયથી ખાલી; સામાન્ય સુવિધાના પ્રશ્નો ઠેરના ઠેર

રાજકોટ, : ઝુલતા પુલની દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી વહીવટદારની નિયુક્તિ કરવામાં આવતા પાંચ વર્ષ માટે ચુંટાયેલા નગરસેવકો અઢી વર્ષની મુદ્દત પુરી  કરે તે પહેલા જ ગઈકાલે તેઓને હોદ્દા ઉપરથી દૂર કરવાના શહેરી વિકાસ વિભાગના હુકમની બજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની નગરપાલિકામાં એકબાજુ કાયમી ચીફ ઓફીસરની જગ્યાઓ અપુરતી હોવાને લીધે સરકારી વહીવટ ખોડંગાતો રહ્યો છે. બીજી બાજુ નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોના  વહીવટને કારણે નગરપાલિકાનો વહીવટ બદનામ થતો રહ્યો છે. ઝુલતા પુલની દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની ઘટના સંદર્ભે સુત્રોએ જણાવ્યું હતું કે 

નગરપાલિકાનાં ચુંટાયેલા સભ્યોની મુદ્દત માર્ચ ૨૦૨૬માં પુરી થતી હતી. વર્તમાન પ્રમુના અઢી વર્ષની મુદ્દત સપ્ટેમ્બરમાં પુરી થાય તે પહેલાં જ એપ્રિલ ૨૦૨૨માં આખી બોડીને  સુપરસીડ કરી દેવામાં આવી છે. મોરબીમાં ચીફ ઓફિસર તરીકેની કામગીરી ડેપ્યુટી કલેક્ટર ડી. સી. પરમારને સોંપવામાં આવી છે. રાજ્યમાં શહેરી વિકાસ વિભાગ પાસે ચીફ  ઓફિસરની સંખ્યા ઓછી હોવાને લીધે ઉપલેટા, રાણાવાવ, કુતિયાણા, ઓખા, માળીયા, ભચાઉ, માંડવી, મુંદ્રા અને રાપરમાં ચીફ ઓફિસરની જગ્યાઓ ખાલી છે. તાજેતરમાં ચીફ 

ઓફિસર તરીકે કેટલાક હુકમો કરવામાં આવ્યા પછી પણ સૌરાષ્ટ્રમાં નવ નગરપાલિકામાં ચિફ ઓફિસરની કામગીરી ઈન્ચાર્જનાં હવાલે મુકવામાં આવી છે. નગરપાલિકાના વહીવટને  સુધારવા માટે ભારત સરકાર તરફથી કરોડો રૂા.ની ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ ચીફ ઓફિસર અને સક્ષમ નગર સેવકોના અભાવે પ્રજાકીય પ્રશ્નોનો ઉકેલ લાંબા સમય પછી પણ  આવતો નહીં હોવાની ફરીયાદો ઉઠતી રહે છે.

Gujarat