મોરબી: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર
મોરબી, તા. 01 જુલાઈ 2020 બુધવાર
મોરબી શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધી ચોક ખાતે પેટ્રોલ ડીઝલના ભાવવધારા મામલે સરકાર વિરૂદ્ધના બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે કોરોનાની મહામારીના સમયે પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. જે પ્રજા માટે કપરૂ થઈ પડયું છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના નેતુત્વ હેઠળ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
જે અનુસંધાને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો અને મોરબીના ગાંધી ચોક, નગરપાલિકા સામે આમ આદમી પાર્ટી વિવિધ બેનરો દર્શાવી સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પેટ્રોલ ડીઝલનો ભાવવધારો પાછો ખેંચવાની સરકાર સમક્ષ માંગ કરી હતી.